Advertisement
Author: નોબત સમાચાર

ટાટા કેમિકલ્સે સ્વ. શ્રી કે.એસ. સોમશેખરન નાયરની યાદમાં ઓખામંડળ સાયક્લોથોન યોજી

ઓખા તા. ૧૯: ટાટા કેમિકલ્સ લિમિટેડે શ્રી કે.એસ. સોમશેખરન નાયબ મેમોરિયલ ઓપન ઓખામંડળ સાયક્લોથોનની ૨૩મી એડિશનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

આ પહેલ દ્વારા કંપનીએ ફીટનેસ અને સામુદાયિક ભાવનાની ઉજવણી કરતા ટાટા કેમિકલ્સના કર્મચારીઓ અને અનેક સ્થાનિક રહેવાસીઓને એક કર્યા હતાં. આ કાર્યક્રમ એ સોમન નાયર તરીકે ઓળખાતા સ્વ. શ્રી કે.એસ. સોમશેખરન નાયરને શ્રદ્ધાંજલિ હતી જેમણે ૧૯૮૪ થી ૧૯૮૭ સુધી મીઠાપુર પ્લાન્ટમાં એસ્ટેટ અને સિક્યોરિટી ઓફિસર તરીકે સેવાઓ આપી હતી.

ટાટા કેમિકલ્સ ટાઉનશીપમાં યોજાયેલી આ સાયક્લોથોનમાં બે રેસ કેટેગરીઝ હતી. ૪૨ કિમી એન્ડયુરન્સ રેસ અને ૧૪ કિમી સ્પ્રિન્ટ ભારતીય સમય મુજબ સવારે ૬ વાગ્યે પ્રારંભ થયેલી આ ઈવેન્ટમાં મોટાપાયે લોકોએ ભાગ લીધો હતો. જેમાં દરેકે હેલ્થ અને વેલનેસ માટે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. દરેક સ્પર્ધકને ફિનિશર મેડલ, ટી-શર્ટ, ટાઈમીંગ બિબ્સ, હાઈડ્રેશન સપોર્ટ અને પોષક નાસ્તો સહિત રેસ માટે જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવી હતી. જેના પગલે આ એક યાદગાર અને સમર્થિત ઈવેન્ટ બની હતી.

સાયક્લોથોનમાં ૧૧૦ ટાટા કેમિકલ્સ કર્મચારીઓ સહિત ૨૧૨ લોકોએ ભાગ લીધો હતો. શ્રી પ્રતાપ માણેકે ૧ કલાક ૨૪ મિનિટ અને ૧૩ સેકન્ડમાં ૪૨ કિમી રેસ પૂરી કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. તેમના પછી ભાવેશ સુમાણીયા અને ઈમ્તિયાઝ રાજા અનુક્રમે પ્રથમ અને બીજા રનર્સ અપ રહ્યા હતાં.

ટાટા કેમિકલ્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરીંગ ઓફિસર શ્રી એન. કામથે જણાવ્યું હતું કે શ્રી કે એસ સોમશેખરન નાયરની પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતા મીઠાપુર સમુદાયને પ્રેરિત કરી રહી છે. આ સાયક્લોથોન ન કેવળ તેમની યાદનું સન્માન છે પરંતુ હેલ્થ અને ફિટેનેસના મહત્ત્વને પ્રમોટ પણ કરે છે. અમે સમુદાય તરફથી મળેલા ઉત્સાહભેર પ્રતિસાદ બદલ આભારી છીએ જે આ ઈવેન્ટની સફળતા માટે જરૂરી હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh