Advertisement
Author: નોબત સમાચાર

બ્લડપ્રેસર તથા ડાયાબિટીસથી પીડાતા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ

જામનગર દવાખાને ખસેડાયા હતાઃ

જામનગર તા. ૧૯: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડાયાબિટીસ તથા બ્લડપ્રેસરની બીમારીની સારવાર માટે દાખલ થયેલા રાજકોટ જિલ્લાના મેવાસા ગામના વૃદ્ધનું મૃત્યુ થયું છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામના વતની કાંતિભાઈ રાયમલભાઈ સલાટ (ઉ.વ.૬૭) નામના વૃદ્ધ લાંબા સમયથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેસરની બીમારીથી પીડાતા હતા.

આ વૃદ્ધને સારવાર માટે નગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગુરૂવારે મૃત્યુ નિપજ્યું છે. તેમના પૌત્ર મનિષ રમેશભાઈએ પોલીસને જાણ કરી છે. ભાણવડ પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh