Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૪ ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે
જામનગર તા. ૧૯: જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં મોસમી વસવાટ કરતા ઊંટ પાલકોના લાભાર્થે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઊંટ સ્વાસ્થ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનાઈટેડ નેશન્સ દ્વારા ર૦ર૪ ના વર્ષને 'આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ' તરીકે જાહેર કરાયું છે.ા હલાર પંથકમાં સમાવિષ્ટ થતા જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરતટીય વિસ્તારોમાં ભોપા રબારીઓ ખારાઈ પ્રજાતિના ઊંટનું પાલન કરે છે અને માત્ર ઊંટના દૂધ, તેમાંથી બનતા માવા અને ઊંટના વેંચાણ દ્વારા જીવન નિર્વાહ ચલાવે છે. ખારાઈ ઊંટોની ખાસિયત એ છે કે, ખુબ સારૂ તરી શકે છે, ખારૂ પાણી પી શકે છે અને દરિયાકિનારાની ક્ષારયુક્ત મેન્ગ્રુવ (ચેર) જેવી વનસ્પતિનો ચારો ચરતા હોય છે. રસપ્રદ છે કે, ઊંટડીનું દૂધ માતાના દૂધનો વિકલ્પ બહી શકે તેટલું પોષકમૂલ્ય ધરાવે છે. જે કોલેસ્ટોલ નિયંત્રણ, ડાયાબિટીસ નિયંત્રણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અનુસાર તાલીમબદ્ધ પશુ ચિકિત્સકોની મદદ લઈને આ વિચરતા માલધારીઓના દૂર-સુદૂર આવેલા ચરિયાણા વિસ્તાર સુધી જઈને ઊંટની આરોગ્ય સંભાળની પ્રવૃત્તિ હાથ ધરવામં આવી હતી. ઊંટમાં મુખ્યત્વે હીમોપ્રોટોઝોન અને સંસર્ગજન્ય ચામડીના રોગ થતા હોય છે. કલ્યાણપુર તાલુકાના મોટા અસોટા-મહાદેવિયા, ખંભાળિયા તાલુકાના બેડ અને જામનગર તાલુકાના બેડ ગામોના અંતરિયાળ વિસ્તારમાં જઈને ર૦૦ જેટલા ઊંટની સંપૂર્ણ આરોગ્ય વિષયક ચિકિત્સા કરી મેડિકલ, સર્જિકલ અને ગાયનેકોલોજિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત પશુપાલકોને ઊંટના સ્વાસ્થ્ય માટે જરૂરી સારસંભાળ માટે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સરકારના બન્ને જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પણ જરૂરી તાંત્રિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ દ્વારા વર્ષ ર૦૧૬ થી શરૂ કરવામાં આવેલ સંપૂર્ણ સુવિધાસજ્જ વેટરનરી હોસ્પિટલના માધ્યમથી આજદિન સુધીમાં કુલ બે લાખ કરતા વધુ પશુઓની સારવાર સંભાળ લેવામાં આવી છે.