Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: ગુજરાતમાં સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરની ખરીદી કરવા આવતા ખેડૂતોને ફરજિયાત નેનો યુરીયા તથા નેનો બોટલ ફરજીયાત વેચાણ કરવામાં આવતી હોય આ બાબતે રાજય કોંગ્રેસ કિસાન પ્રમુખ પાલભાઈ આંબલીયાએ આનો ઉગ્ર વિરોધ કરીને રાજયના કૃષિમંત્રી મુખ્ય પ્રવકતા તથા સરકારના બયાન માટે બોલાનારા તમામ હળાહળ જુઠુ બોલતા હોવાનું જણાવીને ફરજિયાત નેનોની બોટલો અપાતી હોય આ અંગે ધ્રોલમાં તાલુકા કોંંગ્રેસના પ્રમુખે સ્પષ્ટ રીતે વિડીયો બનાવીને આ વાત સાબીત કરી છે. વિડીયોમાં વિક્રેતાઓ જ બીલ સાથે કહે છે કે અમને નેનોની બોટલ ફરજિયાત અપાય છે અને તે અમે પણ ફરજીયાત આપીએ છીએ...!!!
સરકાર નેનો બાબતે ૧ાા માટે જુઠાણું ફેલાવે છે, તેવો પડકાર ફેંકીને જો ડીએપી ખાતર ખરીદવા માટે નેનોની બોટલો લેવી ફરજીયાત હોય તો ખેડૂતો પણ મગફળીની ટેકાના ભાવના વેંચાણમાં મગફળી સાથે મગફળીના ડાંઠા તથા ભૂકો પણ ફરજીયાત ખેડૂતો પાસેથી લેવામાં આવે તેની માંગણી કરીને જો નેનો ખાતરનો સરકારે પ્રયાસ કરવો હોય અને ખેડૂતોને તેના વપરાશ માટે પ્રેરતા હોય તો ત્રણ બેગ સાથે એક બોટલ ફ્રીની યોજના મુકવીને કરવું જોઈએ આવી રીતે ફરજીયાત બોટલો આપીને ખેડૂતોને આર્થિક નુકસાન નહીં કરવા માંગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial