Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સી.સી. રોડની સુવિધા મળતા ગ્રામજનોને આવાગમનમાં પડતી હાલાકી દૂર થશે
જામનગર તા. ૧૯: જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળ આવતા લાખાબાવળ ગામે કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧,૮૨,૭૯,૦૦૦/- ના ખર્ચે નિર્મીત થનાર સી.સી.રોડના કામનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.જે કામ પૂર્ણ થયે જામનગર-ખંભાળીયા સ્ટેટ હાઈ-વેથી લાખાબાવળ, ચાંપા બેરાજા, મસીતીયા તથા લાખાબાવળ ગામના પાટીયાથી લાખાબાવળ ગામને જોડતો આંતરિક રસ્તો તથા સરકારી દવાખાનાથી લાખાબાવળ ગામને જોડતા આંતરિક રસ્તા તથા કોઝ-વેની સુવિધાનો સ્થાનિક નાગરિકોને લાભ મળશે.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતુ કે લાખાબાવળમાં અંદાજિત રૂપિયા બે કરોડના ખર્ચે મંજૂર થયેલ આ વિકાસ કામો ગ્રામજનોની સુવિધામાં ખૂબ વધારો કરશે. લાંબાગાળા સુધી ટકાઉ એવા સી.સી.રોડની સુવિધા મળતા વર્ષો સુધી આ વિકાસકામોનો નાગરિકો લાભ લઇ શકશે.જામનગર નજીકના ગામડાઓ સુવિધાસભર બને તે માટે માળખાકીય સુવિધાઓના કામો મંજૂર કરી જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ આ દિશામાં ખૂબ મોટો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના આ પ્રકારના સંનિષ્ઠ પ્રયાસોના કારણે શહેરની નજીકના ગામો આજે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.કાર્યક્રમ સ્થળે મંત્રીશ્રીએ સ્થાનિક આગેવાનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી અને તે અંગે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવામા આવશે તેમ જણાવ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ હેઠળ આવતા લાખાબાવળ-ચાંપા બેરાજા-મસીતીયા રોડથી લાખાબાવળ જવા માટે કાચો માર્ગ આવેલ હતો.તેમજ આસપાસનો વિસ્તાર ખેતરાઉ જમીન વાળો હોય ચોમાસાનાં સમયમાં ગામ સુધી પહોંચવા માટે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો.જે બાબત ધ્યાને લઈ કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતથી જાડા દ્વારા આ કામને મંજૂરી આપવામા આવેલ છે.આ વિકાસ કામ થકી લાખાબાવળ ગામ તથા આજુ-બાજુની વિકસીત સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓ માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી બનશે.આ રસ્તાનું મજબુતીકરણ કરવા માટે તેમજ કોઝ-વે સ્લેબ ડ્રેઈન, પાઈપ ડ્રેઈન, માઈનોર બ્રીજ તથા અંદાજિત ૧૯૦૦ મીટર તથા પહોળાઈ ૪/૫ મીટરના સંલગ્ન સી.સી.રોડના કામ માટે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. ૧,૮૨,૭૯,૦૦૦/- મંજુર કરવામા આવેલ છે. તેમજ આ રસ્તા પર આવેલ હયાત પાઈપના નાળા તેમજ બોકસ કલ્વર્ટને પહોળા કરવા, જરૂરી જગ્યાએ નવા પાઈપના નાળાનાં બાંધકામનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.આ સમગ્ર રસ્તાનાં મજબુતીકરણથી લાખાબાવળ ગામ તથા આસપાસની સોસાયટીઓના અંદાજિત ૪૩૭૩ થી વધુ લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ થશે તેમજ જામનગર શહેરમાં અવર-જવરમાં પણ ખૂબ સરળતા રહેશે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા જાડાના ઈ. મુખ્ય કારોબારી અધિકારી ડી.એ.ઝાલા, આગેવાન સર્વ કુમારપાલસિંહ રાણા, અજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, નુરમામદભાઈ, જયદિપસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, દિનેશભાઈ કંટારીયા, પ્રદિપસિંહ જાડેજા, લીંબાભાઈ ગમારા, સુરેશભાઈ સહિત બહોળી સંખ્યામાં લાખાબાવળ, ચાંપા બેરાજા તથા મસીતીયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial