Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં જિલ્લા સેવા સદન જવાનો વૈકલ્પિક માર્ગ શરૂ થતા રાહત

પહેલા ફરજિયાત ફરીને જવું પડતું હતું:

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા શહેરમાંથી જિલ્લસેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારી કચેરી જવા માટે ફરજિયાત રેલવે સ્ટેશન પાસે ફાટક પાસેથી જવું પડતું તે વારંવાર બંધ હોય લોકો પરેશાન થતા હતાં. જ્યારે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ર૦ર૧-રર ની ગ્રાન્ટ અંતર્ગત રૂ. ૧૧૪.૩૮ લાખના ખર્ચે સી.સી. રોડ છેક ફાટકથી રેલવે બુગદા સુધી બનાવતા તથા ત્યાં જ જિલ્લા કલેક્ટર સેવા સદન સુધી જવા બીજો પણ પાકો રોડ બની જતા લોકો ગામમાંથી જિલ્લા સેવા સદન જવા માટે આ નવા રોડનો જ ઉપયોગ કરવા લાગ્યા છે. ટ્રાફિક વગરનો અને ફાટક વગરનો માર્ગ હોય, લોકો સહેલાઈથી જિલ્લા સેવા સદન જવા આવવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરવા લાગ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh