Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકને હડફેટે લઈ મોટર થઈ ગઈ પલાયનઃશ્રમિક ૫રિવાર પર આભ ફાટ્યું:
જામનગર તા. ૧૯: ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા સોનારડી ગામ પાસે ગઈકાલે સવારે એક ખેજમજૂરના દસ વર્ષના બાળકને મોટરે હડફેટે લીધો હતો. ગંભીર ઈજા પામેલા બાળકનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે પોલીસે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામમાં આવેલા લખુભા રાણાજી જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદના દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામના વતની કલસીંગ માનાભાઈ નાયક નામના પ્રૌઢનો પુત્ર અલ્પેશ ગઈકાલે સવારે ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા સોનારડી ગામના પાટીયા પાસે હતો ત્યારે દસ વર્ષના આ બાળકને કાળા રંગની જીજે-૩ એનબી ૪૪૪૮ નંબરની ટાટા કંપનીની હેરીયર મોટરે ઠોકર મારી ફંગોળ્યો હતો.
રોડ પર પછડાયેલા આ બાળકને ગંભીર ઈજા થઈ હતી. તેનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી મોટર બનાવના સ્થળેથી નાસી ગઈ હતી. કલસીંગે ખંભાળિયા પોલીસ મથકમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. એએસઆઈ એમ.આર. બારડે ગુન્હો નોંધી મોટરના ચાલકની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial