Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યમુના મોટર્સે રૂ.૧ કરોડ ઉપરાંતનો વેટ ન ભરતા આઠ ભાગીદાર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૯: જામનગરના હાપા રોડ પર વર્ષાે પહેલાં શરૂ કરવામાં આવેલી યમુના મોટર્સ નામની પેઢી પાસેથી જે તે વખતના વેટ વેરાની રકમ બાકી લેવાની નીકળતી હતી. તે રકમ હાલમાં વ્યાજ સાથે રૂ.૧ કરોડથી વધુ થઈ ગઈ છે ત્યારે આ પેઢીના આઠ ભાગીદાર સામે બાકી વેરો ભરવામાં કસુર કરી છેતરપિંડી આચરવા અંગે ગુન્હો નોંધાવાયો છે. આ પેઢી ઓટો મોબાઈલની ડીલરશીપ ધરાવતી હતી અને વર્ષાે પહેલાં બંધ કરી દેવામાં આવી હતી.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા હાપા નજીક વર્ષાે પહેલાં આવેલી યમુના મોટર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢી જે તે વખતે રજીસ્ટર કરાવવામાં આવી હતી. તે પછી ભાગીદારો વચ્ચે સુલેહ ન રહેતા આ પેઢીને બંધ કરી દેવામાં આવી હતી. એક મોટરસાયકલની એજન્સી ચલાવતી આ પેઢીએ વર્ષ ૨૦૦૮-૦૯માં જે તે વખતના મુલ્યવર્ધિત વેરા (વેટ)ની રકમ ભરપાઈ કરી ન હતી.
ઓટો મોબાઈલની ડીલર શીપ કરાવતી આ પેઢીએ વર્ષ ૨૦૦૮-૦૯માં મૂલ્યવર્ધિત વેરાની રકમ ભરપાઈ કરવાની થતી હતી. તે રકમ હાલમાં વ્યાજ સાથે ચઢત થઈને રૂ.૧૦૬૪૦૭૫૧ થઈ જવા પામી છે.
તે રકમ ભરપાઈ કરવામાં ન આવતા રૂ.૧ કરોડ ઉપરાંતની વેરાની રકમ વસૂલ કરવા માટે સરકારી કર્મચારી ડી.પી. રાણીપાએ ખુદ ફરિયાદી બની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ-૨૦૦૩ની કલમ ૮૫ (૧) સહિતની કલમો હેઠળ આ ગુન્હો નોંધાયો છે.
આ પેઢીના ભાગીદાર દ્વારકા શહેરમાં હોસ્પિટલ રોડ પર યમુના નામના મકાનમાં રહેતા પ્રાણજીવનભાઈ પરમાણંદભાઈ ગોકાણી, સવિતાબેન પ્રાણજીવનભાઈ ગોકાણી, તેજલબેન પ્રાણજીવન ભાઈ ગોકાણી, રાહુલ પ્રાણજીવનભાઈ ગોકાણી, પ્રિયાંશુ સંજયભાઈ ગોકાણી, સંજય પ્રાણજીવનભાઈ ગોકાણી તેમજ ઓખામંડળમાં આવેલા સુરજકરાડીમાં ગાયત્રી કૃપા નામના મકાનમાં રહેતા યોગેશભાઈ ભગવાનજીભાઈ વિઠ્ઠલાણી, પુષ્પાબેન યોગેશભાઈ વિઠ્ઠલાણી નામના કુલ આઠ આસામી સામે ઉપરોક્ત ગુન્હો નોંધવામાં આવ્યો છે.
અંદાજે ૧પ વર્ષ પહેલાં આ આસામીઓએ જામનગરમાં યમુના મોટર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીમાં કરેલા વ્યવસાય અન્વયે તેઓએ રૂપિયા એકાદ કરોડની વેટ વેરાની રકમ ભરવાની બાકી હતી. તે રકમ ભરી જવા માટે વખતોવખત લેખિતમાં તથા મૌખિક રીતે પેઢીના સંચાલકોને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ભાગીદારોએ તે રકમ ભરપાઈ કરી ન હતી અને પાછળથી કોઈ કારણસર તે પેઢી બંધ કરી દેવામાં આવી હતી. પેઢી બંધ થયા પછી પણ બાકી વેરાની સરકાર સમક્ષ ચૂકવણી કરવામાં ન આવતા આખરે ફોજદારી ફરિયાદ કરાઈ છે. પીઆઈ વી.જે. રાઠોડે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial