Advertisement
Author: નોબત સમાચાર

વરવાળા પાસે બાઈકને ઠોકર મારી મોટર થઈ ગઈ પલાયન

બે વ્યક્તિને ઈજા થઈઃ

જામનગર તા. ૧૯: ઓખા મંડળમાં વરવાળા ગામ પાસે ગયા મંગળવારની બપોરે એક બાઈકને પાછળથી આવતી મોટરે ઠોકર મારતા બાઈકના ચાલક સહિત બેને ઈજા થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર પાસે સુરજકરાડીમાં રહેતા હરીશભાઈ કિશોરભાઈ પરમાર નામના પ્રૌઢ ગઈ તા.૧૨ની બપોરે ઓખા રોડ પર વરવાળા પાસેથી બાઈકમાં જતા હતા.

આ વેળાએ પાછળથી એક અજાણી મોટર ધસી આવી હતી. તેના ચાલકે ઠોકર મારી દેતા રોડ પર પછડાયેલા હરીશભાઈને ગોઠણમાં ફ્રેક્ચર થયુ છે, વેજાભાઈ નામના વ્યક્તિને પણ ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh