Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં તેજીનો તિખારોઃ સેન્સેકસમાં ૧૧૦૦ પોઈન્ટનો ઉછાળો

છેલ્લા કેટલાક દિવસથી સતત ઉતાર- ચઢાવ થતો હતો

મુંબઈ તા. ૧૯: છેલ્લા કેટલાક સમયના ઉતાર- ચઢાવ પછી આજે સવારથી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહયો છે. અને સેન્સેકસ તથા નિફટીમાં ઉછાળો આવ્યો છે. તો વૈશ્વિક શેરબજારોને લઈને વિવિધ અટકળો થઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ચાલી રહેલો ઘટાડો સપ્તાહના બીજા કારોબારી દિવસે અટકી ગયો છે. બોમ્બે સ્ટોક એકસચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેકસ જોરદાર ઉછાળા સાથે ખુલ્યો અને થોડીવારમાં તે ૮૨૮ પોઈન્ટ વધીને ૭૮૦૦૦ને પાર કરી ગયો. તે જ સમયે, નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફટી પણ ૨૪૯ પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. સોમવારે અગાઉના ટ્રેડિંગ દિવસે સેન્સેકસ- નિફટી ઘટવાની સાથે લાલ નિશાનમાં બંધ થયો હતો. બજારમાં તેજીની વચ્ચે એનટીપીસીથી લઈને ટાટા મોટર્સ સુધીના શેરો જંગી ચાલતા જોવા મળ્યા હતાં. આ લખાય છે ત્યારે સેન્સેકસમાં ૧૧૦૦ પોઈન્ટ તથા નીફટી ૨૭૫ નો ઉછાળો જોવા મળી રહયો છે.

મંગળવારે લીલા નિશાન પર ખુલેલા શેરબજારમાં, બીએસઈ સેન્સેકસ તેના અગાઉના ૭૭,૩૩૯.૦૧ ના બંધ કરતાં લગભગ ૨૦૦ ૫ોઈન્ટ વધીને ૭૭,૫૪૮ના સ્તરે ખૂલ્યો હતો. આ પછી, થોડી જ મિનિટોમાં તે મજબૂત વેગ પકડયો અને ૭૬૯.૫૨ પોઈન્ટના ઉછાળા સાથજે ૭૮,૧૦૮.૫૮ ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો. સેન્સેકસની જેમ એનએસઈ ઈન્ડેકસ નિફટી પણ ઝડપી ગતિએ દોડયો હતો. એનએસઈ નિફટીએ તેના પાછલા બંધ ૨૩,૪૫૩,૮૦ ની સરખામણીએ ૨૩,૫૨૯.૫૫ ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યુ અને પછી ગતિ વધારતા તે ૨૩૭.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩,૬૯૦ પર ટ્રેડ થતો જોવા મળ્યો. બંને સૂચકાંકોમાં ઉછાળો વધુ વધ્યો અને સેન્સેકસ ૮૨૮ પોઈન્ટ વધ્યો, જયારે નિફટી ૨૪૯ પોઈન્ટ વધ્યો.

સેન્સેકસના ૩૦ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટસ, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્ર્વિસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વધ્યા હતાં. બજાજ ફિનસર્વ અને કોટક મહિન્દ્રા બેંક પાછળ હતાં. એકસચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફએલએલ) એ સોમવારે રૂ. ૧,૪૦૩.૪૦  કરોડના શેરનું વેંચાણ કર્યુ હતુ. જયારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીએલએલ)એ રૂ. ૨,૩૩૦.૫૬ કરોડના શેર ખરીદ્યા હતાં.

એશિયન બજારોમાં સિઓલ, ટોકયો અને હોંગકોંગમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે શાંધાઈમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે અમેરિકન બજારો મોટાભાગે તેજી સાથે બંધ થયા હતાં. વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૬ ટકા વધીને ૭૩.૪૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંંચી ગયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh