Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટીનું જિલ્લા તંત્રને આવેદન
જામનગર તા. ૧૯: તાજેતરમાં પી.એમ.જે.વાય યોજના અંતર્ગત ખોટી રીતે આયોજનો કરીને સરકારના કરોડો રૂપિયા ખાઈ જવા બદલ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો બનાવ બનતા દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સામૂહિક રીતે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પી.એમ.જે.વાય. યોજનામાં આયુષ્માન મા કાર્ડ દ્વારા વિનામૂલ્યે આયોજન થતાં હોવા છતાં અનેક હોસ્પિટલોમાં ઉપરથી કેના નાણા લેવાતા હોય તેની સંપૂર્ણ તપાસ કરીને જવાબદાર હોસ્પિટલો તથા ડોકટરોની સામે કડક તપાસ કરીને પગલા લેવા માંગણી કરી છે.
તાલુકા વાઈઝ ૨૦૦ બેડની હોસ્પિટલો સરકારે બનાવીને દરેક ઈલાજ મફત થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવા માટે માંગણી કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કેટલીક હોસ્પિટલોમાં આ યોજના અંગે ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર થતો હોવાનું આમ આદમી પાર્ટીના ધ્યાને આવતા તપાસ તથા માહિતી લેવાની તૈયારી કરાઈ છે. તથા ભ્રષ્ટાચારના આધાર પુરાવા સાથે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ પુરાવા સાથે કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial