Advertisement
Author: નોબત સમાચાર

ચારેક દિવસથી ગુમ થયેલા સલાયાના યુવાનનો ખંભાળિયામાંથી મળ્યો મૃતદેહ

કોહવાઈ ગયેલા મૃતદેહને પી.એમ.માં ખસેડાયોઃ

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા શહેરના ચાર રસ્તા નજીક તેલી નદીના પુલ નીચેથી આજે સવારે એક યુવાનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ મેળવવા શરૂ કરાયેલી પોલીસ તપાસમાં આ યુવાન સલાયાના રામમંદિરના પૂજારી હોવાનું અને ચારેક દિવસથી ગુમ હોવાનું ખૂલ્યું છે.

ખંભાળિયા શહેરના ચાર રસ્તા નજીક આવેલા તેલી નદીના ૫ુલ નીચે આજે સવારે કોઈએ મૃતદેહને જોયા પછી પોલીસને જાણ કરતા ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો.

પોલીસે તે સ્થળેથી મૃતદેહનો કબજો સંભાળી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે આ મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા કરેલી તજવીજમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામના રામમંદિરના પુજારી અશોકભાઈ મહેતાનો મૃતદેહ હોવાનું ખૂલ્યું છે.

પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કરતા અશોકભાઈ ચારેક દિવસથી પોતાના ઘરેથી ગુમ હોવાનું ખૂલ્યું છે. અંદાજે ૫૬ વર્ષની વયના અશોકભાઈને ત્યાં દોડી આવેલા તેમના પરિજનોએ ઓળખી બતાવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આ યુવાનના મૃત્યુ અંગે તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh