Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના હોટલ સંચાલકે સાયબર ક્રાઈમમાં કરી રાવઃ
જામનગર તા. ૧૯: દ્વારકામાં આવેલી એક હોટલની વેબસાઈટ જેવી જ ભળતી વેબસાઈટ બનાવી કોઈ ભેજાબાજે બહારથી આવતા યાત્રાળુઓ પાસે બુકીંગના નામે ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવ્યા પછી ચારેક મહિના સુધી પોતાનો કરતબ યથાવત રાખ્યો હતો. છેતરાયેલા યાત્રાળુઓએ દ્વારકા આવી તે હોટલના સંચાલક સમક્ષ રજૂઆત કર્યા પછી આખરે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. હોટલ સંચાલકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા શહેરમાં જોધા માણેક રોડ પર વસવાટ કરતા અને શ્રી દર્શન નામની હોટલ ચલાવતા મુકેશભાઈ ડાયાલાલ ઘઘડા નામના આસામીએ દેવભૂમિ દ્વારકાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓની હોટલની વેબસાઈટ ઈન્ટરનેટ પર મુકવામાં આવી છે. તે સાઈટ જેવી જ ભળતી સાઈટ કોઈ શખ્સે વાયરલ કર્યા પછી ગયા જુલાઈ મહિનાથી ગઈકાલ સુધીમાં ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી દ્વારકા દર્શન માટે આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી છે.
કોઈ ભેજાબાજોએ હોટલ શ્રી દર્શન નામની વેબસાઈટ પર પોતાના ફોન નંબર મૂક્યા પછી જુદા જુદા યાત્રાળુઓ સાથે હોટલ બુકીંગના બહાને ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવી લીધા પછી જ્યારે યાત્રાળુઓ દ્વારકા આવ્યા ત્યારે તેઓને છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ બાબતે હોટલ સંચાલકને વિગતો અપાયા પછી ગઈકાલે મુકેશભાઈએ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial