Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો પર સૌની નજરઃ
વોશિંગ્ટન તા. ૧૯: અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મામલે ૧પ વર્ષ પછી ચીનને પછાડી ભારત નંબર વન બન્યું છે, પણ હવે ટ્રમ્પના વલણ પર સૌની નજર રહેવાની છે.
અમેરિકામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા મામલે ભારતે બાજી મારી છે. ૧પ વર્ષ પછી અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રમુખ સ્ત્રોત રૂપે ભારતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ ચીન આ સંદર્ભે પ્રથમ ક્રમે હતું.
ઈન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જ ર૦ર૪ પર ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર ભારતમાંથી ર અમેરિકા ગયા છે. આ સંખ્યા વાર્ષિક ધોરણે ર૩ ટકા વધી છે. આ સાથે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય પાછળ પાડી બાજી મારી છે.
યુકેમાં પણ ર૦રર-ર૩ માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯ ટકા વધી હતી. ૧.૭ લાખ વિદ્યાર્થીઓ સાથે યુકેમાં સ્થળાંતરિત થયા હતાં. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા તેમણે જે રીતે ઈમિગ્રેશન પોલિસી અંગે પ્રચાર કર્યો હતો, તેને ધ્યાનમાં લેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પડકારો વધી શકે છે.
અમેરિકાએ ર૦ર૩ માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મારફત પ૦ અબજ ડોલરની કમાણી કરી છે. જેમાં ભારતીયોનો હિસ્સો ર૦ ટકા સાથે સૌથી વધુ રહ્યો છે. ગવર્નમેન્ટ યુનિવર્સિટીમાં ૬૪.પ ટકા અને પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ૩પ.પ ટકા ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. અમેરિકાના જીડીપીમાં ભારતીય વિદ્યાર્થીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. તેમની પાસેથી ૧૧.૮ અબજ ડોલરની કમાણી કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ચૂંટણી પ્રચારમાં અમેરિકન્સના સમર્થનમાં ઈમિગ્રેશન પોલિસી કડક કરવાનું નિવેદન આપ્યું હતું. સ્ટીફન મિલરની ઈમિગ્રેશન પોલિસી માટે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમણૂક થઈ છે. મિલર ગેરકાયદે અને કાયદેસર રીતે ઈમિગ્રેશન પર લગામ મૂકી શકે છે. જેની અસર હજારો-લાખો ભારતીયો પર થઈ શકે છે. ટ્રમ્પે તેના અગાઉના કાર્યકાળમાં પણ ઈમિગ્રેશન મુદ્દે આક્રમક પોલિસી અપનાવતા ભારતીય પરિવારો માટે મુશ્કેલી વધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial