Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્ટ્રાક્ટરોની હડતાલમાં પ્રકાશમાં આવી અનેક ચોંકાવનારી વિગતોઃ
ખંભાળિયા તા. ૧૯: પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી જેમાં સમાધાન થતાં હડતાલ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આ હડતાલમાં અનેક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.
ગુજરાતની પી.જી.વી.સી.એલ. કંપની પોલની મંજુરીના રૂ. ૮૦૦ આપે છે જ્યારે ગુજરાતની જ અન્ય સરકારી વીજ કંપનીઓ ડીજીવીસીએલ તથા એમ.જી.વી.સી.એલ તથા યુ.જી.વી.સી.એલ. ૧૪૦૦ રૂપિયા આપે છે. સરકારની જ બે કંપનીઓ વચ્ચે આવડો ભાવ શું?
નવાઈની વાત એ છે કે પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને પોલની મજૂરીના ૮૦૦ રૂપિયા જ આપે છે, પરંતુ જો તેમની બે માનીતી કંપનીઓ અપાર તથા વિજય નામની છે તેમને આજ કામગીરી માટે રર૦૦ થી ૩૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.ા આવો ભેદભાવ કેમ તે પણ ઊંડી તપાસનો વિષય છે. એમ પણ છડેચોક કહેવાય છે કે શું આ બન્ને કંપની પીજીવીસીએલના દત્તક દીકરા છે કે શું? હડતાલ પૂરી થઈ પણ આવા અનેક પ્રશ્નો હાલ ગૂંજી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial