Advertisement
Author: નોબત સમાચાર

જન્મ- મરણ શાખામાંથી દાખલા મેળવવામાં અરજદારો હેરાન-પરેશાન

જામનગર મહાનગર ૫ાલિકાની

જામનગર મહાનગર પાલિકાની જન્મ- મરણના દાખલા કાઢી આપતી શાખામાં દરરોજ અરજદારો હેરાન- પરેશાન થઈ રહયા છે. કચેરીના ઉપરનાં માળે જ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ બિરાજમાન થયા હોય છે પરંતુ કોઈ પાસે લોકોનાં પ્રશ્ન માટે સમય નથી. છેલ્લા ૬ માસથી આ શાખામાં એક જ આઈ.ડી.માં કામ ચાલી રહયું છે. આથી અરજદારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય કર્મચારી પાસેની આઈ.ડી. બંધ છે. તથા ઓન લાઈન કામગીરીમાં પણ સરકારે સીસ્ટમમાં ફેરફાર કર્યો હોવાથી અરજદારોની મુશ્કેલી વધી છે. કયારેક નેટવર્કનાં ધાંધીયા જોવા મળે છે. તો કયારેક સ્ટાફની અછત કવરાવે છે. પરંતુ આ લોક સમસ્યાનાં નિરાકરણ માટે કોઈ મહાનુભાવો પાસે સમય નથી. આમ મહાનગર પાલિકાની નબળી કામગીરીનાં કારણે પોતાના સ્વજન ગુમાવનારને તેનાં મરણનો દાખલો પણ ૨૦ થી ૨૫ દિવસ સુધી મળતો નથી. તે હકીકત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh