Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: જામનગરમાં ઋતુઓના સંક્રાંતિકાળ વચ્ચે એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી નીચે સરકીને ૧૭.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો જેના પગલે સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઋતુઓનો સંક્રાંતિકાળ ચાલી રહ્યો છે. ઠંડી અને ગરમી ભરી મિશ્ર ઋતુ વચ્ચે ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.
નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી નીચે શરકીને ૧૭.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩ર.૧ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં વધારો થયો હતો. આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial