Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલથી મહાનગર૫ાલિકાની એસ્ટેટ શાખા ચલાવી રહી છે ઝુંબેશઃ
જામનગરના તમામ માર્ગો ઉપર રેંકડી, કેબિનોવાળાએ અડીંગો જમાવી દીધો છે. ત્યારે ગઈકાલથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કડક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. જે કામગીરી આજે પણ યથાવત ચાલુ રાખવામાં આવી છે. જામનગરમાં અનેક જાહેર માર્ગો ઉપર રેંકડીઓ-કેબિન ધારકોએ કબજો જમાવી લીધો છે. પરિણામે ટ્રાફિક સમસ્યા ઊભી થવા પામી છે. ગઈકાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પવનચક્કીથી લાલપુર બાયપાસ માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને ૧૮ જેટલી રેંકડી, કેબિનો અને કાઉન્ટરો કબજે કર્યા હતાં. આ દબાણ હટાવ ઝુંબેશ આજે પણ ચાલુ રાખવામાં આવી હતી. આજે એસ.ટી. માર્ગેથી રેંકડીઓ કબજે કરવામાં આવી હતી અને હાલ દબાણ હટાવની ટીમ પવનચક્કીથી લાલપુર માર્ગે પહોંચી છે અને ત્યાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial