Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ સમાજનું અણમોલ રત્ન શ્રીમતી કંચનબેન હરિયા
જામનગર તા. ૧૯: ઓશવાળ સમાજમાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓ પણ પુરૂષો કરતા પાછળ નથી તેવું ઉમદા અને પ્રેરણાદાયી ઉદાહરણ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી શ્રીમતી કંચનબેન જયંતિલાલ હરિયાએ પુરૃં પાડ્યું છે.
તેઓ મૃદુ સ્વભાવના સાહસિક ઉદ્યોગકાર છે. તેઓ ઉદ્યોગ-વ્યાપાર અન્વયે વિશ્વભરના દેશોમાં પ્રવાસ કરી ચૂકયા છે, તેઓ વિશ્વને એક ગ્લોબલ વિલેજ માને છે.
શાળાકાળ દરમ્યાન ૩૦૦ વિદ્યાર્થીનિઓમાં હંમેશાં તેઓ પ્રથમ કે દ્વિતીય ક્રમે ઉતીર્ણ થતાં.
શ્રીમતી કંચનબેન હરિયાની આવી પ્રેરણાદાયી સિદ્ધિઓ બદલ જામનગરની આર્યસમાજ સંસ્થા દ્વારા શાળાના વિશિષ્ટ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમણે રસાયણશાસ્ત્રમાં બી.એસસી.ની ડીગ્રી ડિસ્ટીંક્શન સાથે પ્રાપ્ત કરી છે. એ સમયે ભારતમાં અને ખાસ કરીને જામનગર જેવા નાનકડા શહેરમાં છોકરીઓ માટે અભ્યાસ કરવો સામાન્ય બાબત ન હતી.
નાની વયથી જ તેઓ અનેકવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. સંસ્કૃતની પરિચય પરીક્ષામાં સમગ્ર જામનગર શહેરમાં પ્રથમ આવેલ. આ ઉપરાંત એનસીસીમાં પણ તાલીમ મેળવી સર્ટિફાઈટ કેડેટ રહ્યા છે.
તેમનો સૌથી પ્રિય વિષય ગણિત છે. ગણિતમાં તેમની પ્રવીણતાના કારણે અભ્યાસકાળ દરમ્યાન શિક્ષકોને પણ અચંબામાં મૂકી દેતા.
લગ્ન જીવનમાં બાળકોનો શાળાકીય અભ્યાસ પૂર્ણ થયો ત્યારે તેઓ પરિવારના વ્યવસાયમાં સક્રિયપણે જોડાયા અને ઘરમાં તેમજ વ્યવસાયમાં તેમના પતિના સાચા જીવન સાથીદાર બની રહ્યા છે.
તેઓ એક બાહોશ રોકાણકાર અને બહુમુખી પ્રતિભાશાળી મહિલા છે. નિકાસ ક્ષેત્રે વ્યવસાયમાં તેમણે વિદેશી ખરીદદારોને ભારતના પ્રથમ રિટેઈલ સ્ટોરની સ્થાપના માટે પસંદગીમાં સલાહ-માર્ગદર્શન આપ્યા હતાં. જેમ કે ભારતના પ્રથમ બેનેટન રિટેલ સ્ટોર માટે સ્થળની પસંદગી.
તેઓ વ્યવસાયમાં સતત વ્યસ્ત હોવા છતાં તેમના ત્રણેય બાળકોનો શ્રેષ્ઠ ઉછેર કર્યો છે. તેઓ યુવાવર્ગ, યુવતીઓ તેમજ વૃદ્ધ મહિલાઓ માટે એક આદર્શ રોલ મોડેલ છે.
તેમના અક્ષર એટલા સરસ છેકે તેમણે પાટીમાં લખેલ શબ્દો-વાક્યો અન્ય વિદ્યાર્થીઓને બતાવવામાં આવતા.
આ ઉપરાંત તેઓ યુગાન્ડાના પ્રેસિડેન્ટ ડૉ. મિલ્ટન ઓબોટે અને તેમના પત્ની ફર્સ્ટ લેડી મિરીયા ઓબોટે સાથે ગાઢ અને અંગત મિત્રતા ધરાવતા. તેમની સાથે તેમણે ગોવા, આગ્રા, દિલ્હી, કાશ્મીર, બેંગ્લોર સહિતના સ્થળોનો પ્રેસિડેન્સિયલ કોન્વોય સાથે પ્રવાસ પણ કર્યો છે.
તેઓ વિવિધ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રની સમિતિઓમાં કાર્યરત છે.
તેમની અસાધારણ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, નાણાંકીય કુશળતા, વ્યાપક અનુભવ તથા સફળતાની અનેક સિદ્ધિઓના કારણે ટ્રસ્ટમાં એક આદરણીય ટ્રસ્ટી તરીકે આજીવન પ્રસ્થાપિત થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial