Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રયત્ક્ષ અને પરોક્ષ રીતે દસ હજારથી વધુ વેપારીઓ-ઉદ્યોગપતિઓ જોડાયેલા છે
જામનગર તા. ૧૯: પશ્ચિમ ક્ષેત્રની સૌથી જુની ચેમ્બરમાંની એક એવી જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સ્થાપના વર્ષ ૧૯૩૩ માં જામરાજવીશ્રી રણજીતસિંહજી દ્વારા કરવામાં આવી હતી. આજે આ ચેમ્બરમાં સીધી રીતે ૧ર૦૦ થી વધુ ધંધાર્થીઓ જોડાયેલ છે અને સંલગ્ન સંગઠનોની ગણતરી કરીએતો પ્રત્યક્ષ અને પરોક્ષ ૧૦,૦૦૦ થી વધુ વેપારીઓ-ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકો સાથે આ સંસ્થા જોડાયેલી છે.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી છેલ્લા પ૭ વર્ષથી ચેમ્બર બુલેટિનના માધ્યમથી વ્યાપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને તેઓને અનેક કાયદાઓ બાબતે જાગૃત કરવાનું કાર્ય કરે છે. અહીં આપણે વેપારીઓ માટે અગત્યની હોય તેવી સરકાર તરફથી મળતી માહિતીઓ તેમજ વેપાર-ઉદ્યોગને ઉપયોગી એવા સૂચનો સંદેશાઓની સાથે સાથે ચેમ્બર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી વિગેરે રસપ્રદ માહિતીઓ અંકિત થાય છે. ચેમ્બરના દરેક સભ્યોને આ ચેમ્બર બુલેટિન દર બે મહિને મળે છે. આ બુલેટિનની ચેમ્બરના સભ્યો ઉપરાંત મોટા ઔદ્યોગિકો, સૌરાષ્ટ્ર તથા ગુજરાતની વિવિધ ચેમ્બરો, શહેરના અગ્રણીઓ, પદાધિકારીઓ, નેતાઓ તથા સરકારના અલગ અલગ વિભાગમાં કાર્યરત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સારીરીતે નોંધ લેવામાં આવે છે.
આ ચેમ્બર બુલેટિન માટે ચેમબરના કાર્યક્ષેત્રને અનુરૂપ હાલાર ક્ષેત્રના ધંધા-વેપાર અને વાણિજ્યના વિકાસને લગતા સૂચનો સાથેનો માહિતી સભર લેખ આપવા સંસ્થા વતી માનદ્મંત્રી અક્ષત વ્યાસે અનુરોધ કર્યો છે અને મૌલિક અને હકારાત્મક સૂચનો બાબત અમે ચેમ્બરના મુખ્યધારામાં ચર્ચા થાય અને હાલાર ક્ષેત્રનો વાણિજ્યિક ઉદય થાય તે માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી છે. ચેમ્બરની વર્ષો જુની પ્રણાલિકા મુજબ આપશ્રીના લેખ ચેમ્બર કાર્યાલય દ્વારા સંસ્થાના માનદ્ સંપાદકને સુપ્રત કરવામાં આવશે અને તે પછી જરૂર જણાય તે મુજબના સુધારા-વધારા સાથે આપના નામ સાથે સુવ્યવસ્થિત રીતે અંકિત કરાશે. તેમ જણાવી તેમણે બહોળા જ્ઞાન તથા અનુભવ ફાયદો હાલાર ક્ષેત્રને મળે તે માટે આ પહેલને માનદ્ સહયોગ આપવા સંબંધિત સૌને અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial