Advertisement
Author: નોબત સમાચાર

કારખાનામાં ઝઘડો કરવાની ના પાડતા કારખાનેદાર પર છરીથી કરાયો હુમલો

છૂટાછેડાનો ખાર રાખી પિતા-પુત્ર પર છરીથી હુમલોઃ

જામનગર તા. ૧૯: જામનગરના ગોકુલનગર નજીકના સાંઢીયા પુલ પાસે એક કારખાનામાં ઝઘડો કરવા આવેલા શખ્સે કારખાનેદાર પર છરીથી હુમલો કરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. જ્યારે ભાણવડના યુવાને પ્રેમલગ્ન કર્યા પછી છ મહિનામાં છૂટા છેડા લેતા મેવાસાના બે શખ્સે તેમના પર હુમલો કરી માર મારવા ઉપરાંત તેમના પિતાને પણ ધોકાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના લાલપુર બાયપાસ નજીક જયોત જયોતિ પાર્કમાં રહેતા મૂળ જામજોધપુરના સડોદર ગામના સંકેતભાઈ પ્રવીણભાઈ નારીયાના કૌટુંબિક સંદીપભાઈ નું સાંઢીયા પુલ પાસે ભોજલ એન્ટરપ્રાઈઝ નામનું કારખાનુ આવેલુ છે ત્યાં કામ કરતા અનિલ નામના વ્યક્તિ સાથે ભરત હર્ષદભાઈ ચૌહાણ નામનો શખ્સ ઝઘડો કરવા આવ્યો હતો.

આ વેળાએ સંદીપભાઈએ ત્યાં ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભરત ચૌહાણે તેમની સાથે ઝઘડો કરી અનિલને પડતો મૂકી સંદીપભાઈ પર હુમલો કર્યાે હતો. આ વેળાએ તે શખ્સે છરીથી પેટ તથા વાસામાં ત્રણેક ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત સંદીપભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. સંકેત ભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં વેરાડ નાકા પાસે રહેતા કરશનભાઈ નવઘણભાઈ ચાવડા નામના યુવાને એકાદ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. તે પછી છ મહિનામાં કરશનભાઈ અને તેમની પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બંનેએ છૂટાછેડા મેળવ્યા હતા. તે બાબતનો ખાર રાખી ભાણવડના મેવાસા ગામના કરશન નથુભાઈ રાવલીયા, તેના ભાઈ લખાભાઈ નથુભાઈ રાવલીયાએ ગઈકાલે બપોરે ભાણવડ આવી કરશનભાઈ તથા તેના પિતા નવઘણભાઈ ચાવડા પર હુમલો કર્યાે હતો.

આ શખ્સોએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત મોટરસાયકલના સાઈલેન્સર અને તેની ભુંગળીથી આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. ભાણવડ પોલીસ સ્ટેશનમાં કરશનભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh