Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ખંઢેરામાં દેવીપૂજકવાસમાં રહેતા યુવતીનું વિષપાન પછી થયું મૃત્યુ

જામનગર તા. ૧૯: કાલાવડના ખંઢેરા ગામમાં દેવીપૂજકવાસમાં વસવાટ કરતા એક યુવતીએ ગયા બુધવારે ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના સંબંધી મહિલાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના દિગ્જામ સર્કલ પાસે અગાઉ વસવાટ કરતા અને હાલમાં કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં દેવીપૂજકવાસમાં રહેતા પૂજાબેન વસરામભાઈ સોલંકી નામના અઢાર વર્ષના દેવીપૂજક યુવતીએ કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી ગયા બુધવારે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી આ યુવતીનું શનિવારે મૃત્યુ નિપજ્યું હતું. રાજીબેન ખીમાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આ યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh