Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ માત્ર ર૦ નો સ્લોટ હોવાથી
જામનગર તા. ૧૯: જામનગરની આરટીઓ કચેરીમાં ફોર વ્હીલના લાયસન્સ માટે અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. મહિનાઓ સુધી ફોર વ્હીલની ટ્રાય આપવા માટે એપોઈન્ટમેન્ટ જ મળતી નથી, જ્યારે દરરોજનો ક્વોટા માત્ર ર૦ નો જ ફાળવાયો છે. તેમાં વધારો કરવો જરૂરી છે.
લાયસન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર અને જો પોલીસના હાથે ઝડપાઈ જાય તો મોટી રકમનો દંડ ભોગવવો પડે છે, પરંતુ ફોર વ્હીલ માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કરવામાં આવે તો મહિનાઓ સુધી સ્લોટ બુક થતો નથી. કારણ કે સરકારે જામનગરની માત્ર ૨૦ નો જ સ્લોટ ફાળવ્યો છે. હકીકતે તેમાં પાંચથી દસ ગણો વધારો કરવાની જરૂર છે. કારણ કે જામનગરમાં અસંખ્ય લોકો દરરોજ લાયસન્સ મેળવવાની વાહનની ટ્રાય આપવા માટેની પ્રક્રિયા કરે છે, પરંતુ સ્લોટ ઓછો હોવાથી કામ થતું નથી. આમ જામનગરમાં વાહનચાલકોને સરકારના કારણે લાયસન્સ વગર વાહન ચલાવવાની ફરજ પડે છે. એટલે કે લોકો સાથે રીતસર અન્યાય થઈ રહ્યો છે. આ સ્લોટના ક્વોટામાં વધારો થઈ ન શકે? શા માટે ક્વોટા વધારો કરવામાં આવતો નથી? જામનગરના પ્રજાના સેવકો આ પ્રશ્ને ગાંધીનગરમાં ઉચ્ચ અને સક્ષમ ઓથોરીટી સમક્ષ આકરી રજૂઆત કરે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial