Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું થઈ રહ્યું છે પુનઃ નિર્માણ
ખંભાળીયા તા. ર૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી દસ ડેમો છલકાયા છે. ઘી ડેમ એક ફૂટ ઓવરફલોમાં બાકી રહ્યો છે. વેરાડી ડેમ ખાલી છે. તળાવો-ચેકડેમો ભરાઈ ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડતા ભારે વરસાદથી જિલ્લાના ચૌદમાંથી ૧૦ ડેમ છલકાયા છે. દ્વારકા જિલ્લામાં સાની ડેમ જે સૌથી મોટો છે. તે હાલ નવો બની રહેલ છે. બાકીના ચૌદ ડેમોમાંથી વર્તુ-ર, વેરાડી-૧, વેરાડી-ર હજુ ખાલી છે. જે ભાણવડ તાલુકામાં આવેલા છે. જ્યાં ઓછો વરસાદ છે. જ્યારે ખંભાળીયા-કલ્યાણપુર તાલુકાના તમામ ડેમો છલકાયા છે. ખંભાળીયા તથા ર૩ ગામોને પીવાનું પાણી તથા સિંચાઈ પૂરૃં પાડતો ઘી ડેમ વીસમાંથી ૧૯ ફૂટ ભરાઈ ગયો છે. જ્યારે મીણસાર ડેમ, સોનમતી, કબરકા, ગઢકી ડેમો છલકાયા હતાં તથા અગાઉ સિંહણ, સિંધણી, કંડોરણા, મહાદેવીયા, વર્તુ-૧ વિેગેરે ડેમો પણ છલકાયા હતાં.
દ્વારકા જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કલ્યાણપુર - ખંભાળીયાના તમામ ચેકડેમો, તળાવો તથા ડેમો પાણીથી ભરપૂર થઈ જતાં છલકાવાના નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતાં તથા ખેડૂતોને પણ સિંચાઈમાં ખૂબ જ રાહતરૂપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial