Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શખ્સે માતાને પણ ગાળો ભાંડીઃ
જામનગર તા. ર૩: જોડિયાના જીરાગઢ ગામમાં એક વૃદ્ધાના મકાનમાં ઘૂસી આવેલા બે શખ્સે તારો પુત્ર ક્યા છે તેમ કહી ઝઘડો કર્યા પછી અમને બદનામ કેમ કરે છે તેમ કહી માતા-પુત્રને ગાળો ભાંડી હતી અને પુત્રને ઢીકાપાટુથી ધોકાવી નાખ્યો હતો.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા કસ્તુરબેન પિતાંબરભાઈ ચોટલીયા નામના ૬૫ વર્ષના કુંભાર વૃદ્ધા રવિવારે રાત્રે ૫ોતાના ઘરે હતા ત્યારે પ્રભુલાલ નરશીભાઈ કાચા, કાંતિલાલ નરશીભાઈ કાચા નામના શખ્સો ધસી આવ્યા હતા.
આ શખ્સોએ તારો પુત્ર પ્રવીણ ક્યા છે, પ્રવીણ અમને બદનામ કરે છે તેમ કહી આ શખ્સોએ બોલાચાલી શરૂ કર્યા પછી પ્રવીણ તથા કસ્તુરબેનને ગાળો ભાંડ્યા પછી પ્રભુલાલ તથા કાંતિલાલે ઢીકાપાટુથી પ્રવીણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કસ્તુરબેને જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial