Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાણામંત્રી નિર્મલા સિતારમણે કરી મોટી જાહેરાતઃ
નવી દિલ્હી તા. ૨૩: મોદી સરકાર ૩.૦ના બજેટની મોટી જાહેરાત કરાઈ છે. જેમાં રોજગારીને લઈને કરી મહત્ત્વની જાહેરાત થઈ છે. યુવાઓને લાભ માટે ૨ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે.
પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નિર્મલા સિતારમણ રજૂ કરી રહ્યા છે ત્યારે આ બજેટમાં સરકાર ૯ પ્રાથમિકતાઓ ગણાવી છે. જેમાં ખેતી, રોજગારી, સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, નવીનતા, સંશોધન અનેવિકાસ તથા નેકસ્ટ જનરેશનના સુધારા પર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે બજેટમાં રોજગારી અને યુવાઓને લઈને શું સમાવેશ કરવામાં આવ્યો તે જાણીએ.
નાણામંત્રી નિર્મલા સિતારમણે રોજગાર પર બજેટ ભાષણમાં મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે રોજગાર આપતી સંસ્થાઓને સરકારી મદદ આપવામાં આવશે. નાણામંત્રીએ ૧૦ લાખ યુવાનોને ઈપીએફઓનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે. આનાથી કર્મચારીઓને આર્થિક મદદ મળી શકશે. એટલંુ જ નહીં, સરકારે એવી પણ જાહેરાત કરી છે. આનાથી કર્મચારીઓને આર્થિક મદદ મળી શકશે. સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ કંપની યુવાનોને રોજગાર આપશે તો તેનો પહેલો પગાર સરકાર દ્વારા આપવામાં આવશે. સરકારના આ પગલાથી લાખો નવી નોકરીઓનું સર્જન થશે.
સરકારે કહ્યું છે કે, પહેલી નોકરી પર સરકાર દ્વારા સીધા ઈપીએફઓ ખાતામાં રૂા.૧૫૦૦૦ જમા કરવામાં આવશે. સરકાર રોજગારને પ્રોત્સાહન આપવા માટે ૩ પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરશે. સરકારે એમ પણ કહ્યું છે કે, મોટી કંપનીઓમાં યુવાનોના કૌશલ્યને સુધારવા માટે ૧ કરોડ યુવાનોને ઈન્ટર્નશીપની તકો પૂરી પાડવામાં આવશે. આ ઈન્ટર્નશીપ ૧૨ મહિના માટે હશે. ઈન્ટર્નને દર મહિને રૂા.૫૦૦૦ મળશેે ત્યારબાદ તે યુવાનોને દેશની ટોપ ૫૦૦ કંપનીઓમાં નોકરીની તકો મળશે.
તેમણે કહ્યું કે, રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત ૫ યોજનાઓ માટે ૨ લાખ કરોડનું બજેટ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ અને અન્ય અવસરોની સુવિધા ઉપલબ્ધ કરાવવા પીએમની ૫ યોજના અને પહેલની પેકેજની જાહેરાત કરતા ખુશી થાય છે. જેમાં ૫ વર્ષના સમયગાળામાં ૪.૧ કરોડ યુવાઓને લાભ થશે. જે માટે ૨ લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે. રોજગાર માટે ૫ યોજનાઓની જાહેરાત કરાઈ છે. પહેલી નોકરીમાં નવા કામદારોને ૧ મહિનાનું ભથ્થું મળશે. ઈપીએફઓમાં કર્મચારીઓની નોંધણી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial