Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીઆરએફની ટીમોેએ ટંકારિયા અને કેશવપુરમાં પૂરમાં ફસાયેલા ચાર-ચાર મળીને ૮ને બચાવ્યા
ખંભાળીયા તા. ર૩: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે અતિભારે વરસાદ પડ્યો હતો તથા બપોરે ચાર કલાકમાં ૧૧ ઈંચ જેવો ભાર વરસાદ પડ્યો હતો.
કલ્યાણપુર તાલુકામાં પડેલા આ ભારે વરસાદમાં ટંકારીયા તથા કેશવપુર એમ બે ગામોમાં ચાર-ચાર વ્યક્તિઓ પૂરમાં ફસાયાની જાણ થતાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તથા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા દ્વારા બે ફાયર ટુકડીઓ તથા બે એન.ડી.આર.એફ.ની ટુકડીઓ મોકલીને આ આઠ વ્યક્તિઓને બચાવાયા હતાં.
દરમ્યાન કલ્યાણપુર તાલુકાના પાનેલી પાસે એક આહિર વેપારીના મૃત્યુના લૌકિક કામે ગયેલા ત્રણ ખેડૂતો નંદાણીયા કેશુરભાઈ, પંપાપીયા દેવરખીભાઈ તથા પંપાણીયા નેભાભાઈ આ ત્રણેય વાડી વિસ્તારમાંથી લૌકીક પતાવીને પોતાના ઘેર જતા હતા ત્યારે એકાએક વરસાદના કારણે પૂર ઉપરથી આવતા આ ખેડૂતો તણાવા લાગતા એક બાવળના ઝાડને પકડીને તેઓ ઉભા રહી ગયા હતાં.
આ ત્રણ ફસાયાની જાણ થતા એનડીઆરએફ મદદે દોડેલ પણ તેઓ કેનેડી પાસે ફસાઈ જતાં પાણીથી રસ્તો બંધ થઈ જતાં ત્યાં પહોંચી શકયા ન હતા અને આ ત્રણ ખેડૂતોની સ્થિતિ ગમે ત્યારે પૂરમાં તણાઈ જાય તેવી હોય કલ્યાણપુર મામલતદાર તથા પ્રાંત એચ.બી. ભગોરાએ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તથા અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટાણીયાને જાણ કરી હતી જેમણે આ વ્યક્તિઓને બચાવવા હેલિકોપ્ટરની જરૂર હોવાનું ઉપરના તંત્રને જાણ કરી હતી. દિલ્હી લોકસભામાં રહેલા સાંસદ પૂનમબેન માડમને જાણ થતાં તેમણે પર તુરત જ હેલિકોપ્ટરની વ્યવસ્થા થાય તેવું કરતા ફસાયાની જાણ થવાના થોડા જ સમયમાં હેલિકોપ્ટર ત્યાં પહોંચાડતા એરફોર્સના જવાનોએ દોરડાની ચારે તરફ પૂરની વિકટ સ્થિતિમાં દિલધડક ઓપરેશન કરીને આ ત્રણેયને ઉપરથી દોરડા નાખી બચાવીને ખંભાળીયા હોસ્પિટલે પહોંચાડ્યા હતાં જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ હતી તથા જિલ્લા કલેકટર પંડ્યાના આદેશ મુજબ આ ત્રણેયને શાલ ઓઢાડી સલામત રીતે તેમના ઘેર પહોંચાડવા વ્યવસ્થા કરાઈ હતી. જેમાં ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૂ પણ જોડાયા હતાં.
ખંભાળીયાના ફાયરના જવાનો પાનેલી સૌથી પહેલા પહોંચ્યાઃ સાંસદે દિલ્હીથી કરાવી જરૂરી વ્યવસ્થા
ગઈકાલે પાનેલીમાં ફસાયેલાને બચાવવા હેલિકોપ્ટર બોલાવાયું હતું ત્યારે આ ઘટના થયાની જાણ થતાં ફસાયેલાની મદદ માટે એનડીઆરએફની ટીમ રસ્તામાં ફસાઈ ગઈ હતી ત્યારે ખંભાળીયા ફાયર બ્રિગેડની ટીમ યોદ્ધા જીપ અને બચાવના સાધનો સાથે જીપના બોનેટ સુધી પહોંચેલા પૂરના પાણી વચ્ચે પાનેલી પહોંચી હતી તથા બચાવમાં મદદરૂપ થયા હતાં. ઘરા ઈરશાદ, જીતેન્દ્રસિંહ વાઢેર, માડમ વિવેક, ગોરીયા વિજય, ચાવડા દિવ્યેશ, ચાવડા રાજર્સી તથા જયદીપ નંદાણીયા જોડાયા હતા. જોગાનુજોગ ટ્રેઈનીંગમાં રહેલા જયદીપ નંદાણીયાના પિતા કેશુભાઈ જ પાનેલી પૂરમાં ફસાયેલા હતાં.
જિલ્લા તંત્ર તથા સાંસદ દ્વારા પૂરમાં બચાવ માટે તુરત હેલિકોપ્ટરની વ્યવસ્થા અને ઝડપી બચાવકાર્ય દ્વારા ૧૧ ને બચાવની કામગીરી ખૂબ જ પ્રશંસાપાત્ર બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial