Advertisement
Author: નોબત સમાચાર

પિતાના ઘેર રોકાવવા આવેલા યુવતીનું બીમારીના કારણે મૃત્યુઃ પરિવાર હતપ્રભ

સસોઈના કાંઠે વીજ આંચકાથી યુવકનું પ્રાણપંખેરૂ ઉડ્યું:

જામનગર તા. ૨૩: જામનગરના યોગેશ્વરધામમાં પિતાના ઘેર રોકાવવા આવેલા યુવતીનું બીમારીના કારણે મૃત્યુ થયું છે. પુત્ર-પિતા સાથે વાતચીત કરી રહેલી આ યુવતી અચાનક જ બેશુદ્ધ જેવી બન્યા પછી મોતને શરણ થઈ છે. બનાવની પોલીસને જાણ કરાઈ છે. જ્યારે લાલપુરના હરીપર ગામના એક યુવાનનું સસોઈના કાંઠે આવેલા ખેતરમાં વીજ આંચકો લાગતા મૃત્યુ થયું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા શ્વેતાબેન પ્રિતેશભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નામના પરિણીતા થોડા દિવસથી બીમાર હતા. તેઓ વેકેશન માટે હાપા નજીક આવેલા યોગેશ્વર ધામમાં શિવહરી રેસીડેન્સીમાં રહેતા પિતા મનોજભાઈ ચમનલાલ માધાણીને ત્યાં રોકાવવા આવ્યા હતા.

બે વર્ષનો પુત્ર ધરાવતા શ્વેતાબેનના પતિ હાલમાં કામસર અમદાવાદ ગયા હતા. છેલ્લા ચારેક દિવસથી શ્વેતાબેને ખોરાક લેવાનું બંધ કર્યું હતું અને પ્રવાહી લેતાં હતા. તે દરમિયાન રવિવારે રાત્રે દસેક વાગ્યે પિતાના ઘેર શ્વેતાબેનને દૂધ આપવામાં આવ્યા પછી અચાનક જ તેણી બેશુદ્ધ જેવા બની જતાં ૧૦૮ને કોલ કરવામાં આવ્યા પછી રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે માર્ગમાં આ યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે શ્વેતાબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પિતા મનોજભાઈ માધાણીએ પોલીસને જાણ કરી છે.

લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતા ગિરીશભાઈ મોહનભાઈ નકુમ નામના ખેડૂતના પુત્ર જયમીનભાઈ (ઉ.વ.૧૮) ગઈકાલે સવારે સસોઈ નદીના કાંઠે આવેલા પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે તેઓને કોઈ રીતે વીજ આંચકો લાગતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ગિરીશભાઈ નકુમે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh