Advertisement
Author: નોબત સમાચાર

કૃષિક્ષેત્ર માટે રૂપિયા ૧.પર લાખ કરોડની જોગવાઈઃ મહિલાઓ માટે રૂા. ૩ લાખ કરોડ

દેશની પ્રગતિ સાચા માર્ગે છેઃ નાણામંત્રીનો દાવો

નવી દિલ્હી તા. ર૩: કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં કૃષિ ક્ષેત્ર તથા મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાતો કરાઈ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે સંપૂર્ણ બજેટ રજુ કર્યું છે. સતત સાતમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણે નવો રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ તેમણે સતત છ બજેટ રજૂ કરવાનો ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો છે. મહત્ત્વનું કહી શકાય કે, આ બજેટમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે નાણામંત્રીએ અનેક એસકપ્રેસ વે અને હાઈવે બનાવવાની જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે ભારતની આર્થિક પ્રગતિ સાચા માર્ગ પર છે. ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે. ભારતમાં ફુગાવાનો દર ૪ ટકાના લક્ષ્ય તરફ છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે. સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે તેમજ રોજગાર સર્જનની તકો પણ ધ્યાન કેન્દ્રિત છે. રોજગારીની તકો માટે પ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. વચગાળાના બજેટમાં અમે વિકસિત ભારત માટે રોડમેપનું વચન આપ્યું હતું. સરકારે રોજગાર માટે ર લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-પ૦૦ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તક આપશે. આ ઈન્ટર્નશિપ ૧ર મહિના માટે હશે. આમા યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોને જાણવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને પ૦૦૦ રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમુશ્ત મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને ૧૦ ટકા ઈન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh