Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષ ચાલે તેટલો જળસંગ્રહ થતા હરખની હેલી
જામનગરના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના જળાશયોમાં નવા નીરની વિપુલ આવક થવા પામી છે. રાજાશહી વખતનો રણજિત સાગર ડેમ ઓવરફ્લો થયો છે . જે ડેમ જામનગર શહેર ને પીવાનું પાણી પૂરું પાડે છે. રણજિત સાગર ડેમમાં આગામી એક વર્ષ સુધી ચાલે તેટલો પાણી નો જથ્થો સંગ્રહ થયો છે.આ નવા નીરનાં કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ગઇકાલે વધામણાં કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગર પાલિકાનાં વિપક્ષી નેતા ધવલ નંદા, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખાફી, કોર્પોરેટર જેનમબેન ખફી, કાસમ જોખિયા, આનંદ રાઠોડ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા સહારાબેન મકવાણા, સાજીદ બ્લોચ, રાહુલ દુધરેજીયા, દર્શન રાઠોડ, પાર્થ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial