Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા પોલીસે સપાટો બોલાવતા મચ્યો ફફડાટઃ
જામનગર તા. ૨૩: જામનગર-ખંભાળિયા માર્ગ પર વસઈ તથા સિક્કા પાટિયાથી આગળ નાની ખાવડી પાસે ગઈકાલે પાંચ બાઈકમાં રેસ લગાડી રહેલા સાત શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા હતા. પોતાની તથા બીજાની જિંદગી દાવ પર લગાડતા આ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી પાંચેય બાઈક કબજે કરી લીધા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર કેટલાક શખ્સો મોટર સાયકલની રેસ લગાડી જીવ સટોસટની બાજી રમવા ઉપરાંત અન્યની જિંદગી પર પણ ખતરો સર્જી રહ્યા હોવાની વિગતો પરથી ગઈકાલે સિક્કા પોલીસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ગઈકાલે બપોરે વસઈના પાટિયા પાસેથી એજાઝ જુનસ કેર, અલી અસગર ઈકબાલ કુંગડા, અસગર મામદ સુંભણીયા, નવાઝ અબ્દુલ મેપાણી નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો વસઈ પાટીયા પાસે બાઈકની રેસ લગાડી રહ્યા હતા. પોલીસે ત્રણ બાઈક મળી કુલ રૂા.૧,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
ત્યારપછી સિક્કા પાટીયાથી સિક્કા ગામ તરફ જતા રોડ પર નાની ખાવડી ગામ પાસે ગઈકાલે સાંજે બાઈકની રેસ લગાડતા સમીર હુસેન કંુગડા, શબ્બીર અયુબ મેપાણી, શાહનવાઝ મામદ વાઘાણી નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે બે બાઈક તથા રોકડ મળી કુલ રૂા.૧,૦૧,૫૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે. પાંચેય શખ્સ સામે જુગારધારા તથા એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial