Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.પ લાખ દંડ પેટે ચૂકવી આપવા આદેશઃ
જામનગર તા. ર૩: જામનગર-ખંભાળિયા માર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે પેટ્રોલપંપ ચલાવતા આસામી સામે રૂા.પ લાખના ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના એસટી ડેપોમાં કેન્ટીન ચલાવતા રાજેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તેમના મિત્ર અને ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે પેટ્રોલપંપ ચલાવતા રાણાભાઈ ડી. માતંગે રૂા.પ લાખ હાથ ઉછીના લીધા હતા.
આ રકમની પરત ચૂકવતી માટે રાણાભાઈએ પેઢીનો ચેક આપ્યો હતો. તે ચેક વસૂલાત વગર બેંકમાંથી પરત ફરતા રાજેન્દ્રસિંહે નોટીસ પાઠવ્યા પછી જામનગરની કોર્ટમાં ફરિયાદી નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાણાભાઈ ડી. માતંગને તક્સીર વાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવામાં આવશે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ જીજ્ઞેશ એ. ગજરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial