Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાનો ભદ્રકાળી વિસ્તાર પાણીમાં ગરકાવઃ પાંચ દિવસથી તમામ બેન્ક, હોટલ બંધ

ભદ્રકાળી મંદિર, હનુમાન મંદિર પણ પાંચ દિવસથી પાણીમાં... અંધારપટ્ટ

દ્વારકા તા. ર૩: દ્વારકા યાત્રાધામમાં વરસાદનો પ્રકોપ આજે પણ અવિરત  છે ત્યારે શહેરના હાર્દ સમાન મુખ્ય વિસ્તાર કે જ્યાં રહેણાંક, કોમર્શીયલ અને બેંકો સહિત આવેલ છે તેવા આ વિસ્તારની હાલત ભારે કફોડી બની ગઈ છે. તા. ૧૯ ના શરૂ થયેલા વરસાદ આજે પણ અવિરત હોય જેથી આ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે અને હવે આ વિસ્તારની ધીરજ ખુટી ગઈ હોય તેમ પ્રભાવિતજનો આક્રોશ ઠાલવી રહ્યા છે.

દ્વારકાના ત્રણબત્તી ચોકથી પસાર થતાં આ ભદ્રકાળી ચોકમાં જ બેંક ઓફ બરોડા, એચડીએફસી, આઈસીસીઆઈ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, એકસીસ બેંક તથા એલઆઈસી અને સેન્ટ્રલ બેંક જેવા બેકીંગ ક્ષેત્રો આવેલા છે. જે છેલ્લા પાંચ દિવસથી બંધ છે અને એક કિમીનો વિસ્તાર આજે છેલ્લા પાંચ દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે ગત ૧૯ થી આ બેંકોના દ્વાર ખુલ્લતા  નથી જેથી બેંકોની અંદરની સ્થિતિ શું છે તે પણ જણાવવું મુશ્કેલ છે.

બીજી તરફ જેનામથી આ વિસ્તાર પ્રચલિત છે તે ભદ્રકાળી ચોકમાં જ આવેલ પ્રચીન ભદ્રકાળી ચોકમાં જ આવેલ પ્રાચીન ભદ્રકાળી માતાજીના મંદિરમાં કમર ડુબ પાણી ભરાયેલું આજે પણ છે. આ મંદિર ભારતની પ૧ શક્તિ પીઠમાનું એક શક્તિપીઠ પણ છે અને આજ પરિસરમાં માં આશાપુરા માતાજીનું અન્ય દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે. તેમજ પરિસરમાંથી પ૦ મીટરએ સૂર્યમુખી હનુમાનજી મંદિર પણ આવેલ છે. તે પણ પાણી ભરાઈ જવાથી અસરગ્રસ્ત છે.

એક કિમીના આ વિસ્તારમાં પાંચ દિવસથી વીજ પુરવઠો પણ ઠપ્પ થઈ ગયો છે. કારણ કે આ વિસ્તારમાં આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોરમ ડુબી ગયા છે. જેથી વીજ કાું.એ પાવર સપ્લાય ફરજીયાત બંધ કરવો પડ્યો છે. ભદ્રકાળી ચોકમાં જ આવેલા બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુના સર્કલને પણ અસર થઈ છે.

દ્વારકાની વિગતો જોઈએ તો મૌસમનો કુલ ૧૧૭૪ મીમી વરસાદ થઈ ચુક્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ૧૬૬ મીમી થયો છે. જ્યારે આજે સવારે ૮ થી ૧રમાં ૩પ મીમી વરસાદ નોંધાયો છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણભાઈ સામાણી જેઓ ભદ્રકાળી ચોકમાં રહે છે અને તેઓ પણ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમના જણાવ્યા પ્રમાણે તેમના નિવાસસ્થાન સહિતના મકાનોમાં પાણી ભરાઈ જતાં ટીવી, ફ્રિજ, એસી, ફર્નિચર સહિતની ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh