Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રીના હસ્તે 'હરસિદ્ધિવન'ના સુચિત લોકાર્પણ માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ

હર્ષદ-ગાંધવી પાસે સર્જીત આ સુંદર-રમણીય સ્થળની 'નોબત'ની પ્રવાસી ટીમે લીધી મુલાકાતઃ

યાત્રાધામ હર્ષદ-ગાંધવી પાસે ઉછેરેલા 'હરસિદ્ધિવન'નું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ર૬ જુલાઈના હાલારની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ 'હરસિદ્ધિવન'ની મુલાકાત 'નોબત'ની પ્રવાસી ટીમે લીધી ત્યારે ત્યાં વિશાળ ડોમ, સંલગ્ન વ્યવસ્થાઓ તથા જમીન સમથળ કરીને આવા ગમની પૂર સગવડો ઉભી કરવાની કામગીરી થયેલી જણાઈ હતી અને વરસાદી મોસની અડચણો છતાં તબક્કાવાર કામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી. તે ઉપરાંત આ 'હરસિદ્ધિવન'ના લોકાર્પણ માટે મુખ્યમંત્રી આવી રહેલા હોવાથી સ્થાનિકોમાં પણ એકંદરે ખુશી જોવા મળી રહી હતી, જો કે, ભારે વરસાદ સાથે દરિયામાં ભરતી હોય ત્યારે યાત્રાધામ હર્ષદની બજારોમાં થતાં જલભરાવ સહિતની કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ કરીને મેળ આવે તો આ અંગે મુખ્યમંત્રી-મંત્રી-મહાનુભાવો તથા ઉચ્ચ સત્તાધીશોનું ધ્યાન દોરવાની ચર્ચા પણ સંભળાઈ હતી. 'હરસિદ્ધિવન'ના કારણે પ્રવાસનને વેગ મળે, તે પછી સ્થાનિકોને માળખાકીય સગવડો પ્રાયોરિટીમાં મળે, તે પ્રકારની લાગતી પણ વ્યક્ત થઈ રહેલી જોવા મળી હતી. ઐતિહાસીક, પૌરાણિક અને સાંસ્કૃતિક રીતે સંકળાયેલા આ પ્રવાસનધામના વિકાસની વિપુલ તકો હોવાથી આ સ્થળને વિશેષ ઢબે વિકસાવાઈ રહ્યું છે, જેનો વિગતવાર સચિત્ર અહેવાલ પણ 'નોબત'મં અલગથી પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh