Advertisement
Author: નોબત સમાચાર

સમાણામાં સાત, જામજોધપુરમાં ત્રણ, જામનગર, જામખંભાળિયા અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ

હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે અવિરત મેઘમહેરઃ

જામનગર તા. ર૩: હાલારમાં અવિરત મેઘવર્ષા થઈ રહી છે. ગઈકાલે મેઘરાજાએ કલ્યાણપુરમાં અનહદ્ મહેર કરી હતી અને ૧૧ ઈંચ પાણી વરસાવ્યું હતું. આ પછી પણ હાલારમાં ૧ થી ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો, તો જામનગરના અમુક ગામડામાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સમાણામાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાએ મૂકામ કર્યો છે. તેમાં પણ ગઈકાલે તો કલ્યાણપુરમાં ભારે વરસાદ થતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી.

જામનગર જિલ્લાની વાત કરીએ તો બપોરે ૧ર વાગ્યે પૂરા થતા ર૪ કલાકમાં જામનગરમાં ૬૧ મી.મી., જોડિયામાં ૧ર મી.મી., ધ્રોળમાં ૧૯ મી.મી., કાલાવડમાં ૧૪ મી.મી., લાલપુરમાં ૧૮ મી.મી. અને જામજોધપુરમાં ૭૦ મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગરમાં ગત્ મધ્ય રાત્રિના જ ધોધમાર વરસાદ શરૂ થતાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું.

આ ઉપરાંત જામજોધપુરમાં પણ લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું હતું. સતત વરસી રહેલા સારા વરસાદના કારણે જિલ્લામાં રપ માંથી ૧પ જળાશયો છલકાઈ ગયા છે.ઉમિયા સાગર ડેમના ૩ દરવાજા ૧.ર મીટર ખોલવામાં આવ્યા છે, તો ફુલઝર (કો.બા) ના ચાર દરવાજા ૦.૯ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આથી હેઠવાસના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

જામનગર જિલ્લાના કેટલાક ગામડામાં ગઈકાલે ખૂબ સારો વરસાદ થયો હતો, જ્યારે અમુક ગામડામાં નહીવત્ ઝાપટા વરસ્યા હતાં.

વસઈમાં ૮૮ મી.મી., લાખાબાવળમાં ૬ર મી.મી., મોટી બાણુંગારમાં ર૮ મી.મી., ફલ્લામાં ૧૪ મી.મી., જામવણંથલીમાં પ૦ મી.મી., મોટી ભલસાણમાં ૩૦ મી.મી., અલિયાબાડામાં ૩ર મી.મી., દરેડમાં ૭પ મી.મી., બાલંભામાં ર૬ મી.મી., જાળિયા દેવાણીમાં ૩૦ મી.મી., નિકાવામાં રર મી.મી., મોટાવડાળામાં રપ મી.મી., ભલસાણ બેરાજામાં રપ મી.મી., નવાગામમાં પપ મી.મી., મોટા પાંચદેવડામાં ૬૬ મી.મી., સમાણામાં ૧૬૭ મી.મી., શેઠવડાળામાં ૧૧૬ મી.મી., જામવાડીમાં ૭૯ મી.મી., વાંસજાળિયામાં ૬૮ મી.મી., ધુનડામાં ૩૬ મી.મી., ધ્રાફામાં ૮પ મી.મી., પરડવામાં ૭પ મી.મી., પડાણામાં ૯પ મી.મી., મોટા ખડબામાં ૪૬ મી.મી., મોડપરમાં ૯૮ મી.મી., અને હરિપરમાં પ૮ મી.મી. વરસાદ નોંધાયો છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી સતત વરસતા વરસાદમાં ખંભાળિયામાં સાંજે અઢી ઈંચ વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. આમ મોસમનો કુલ ૪૦ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો ભાણવડમાં ર૪ કલાકમાં અઢી ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ ર૩ ઈંચ વરસાદ થયો છે.

ગઈકાલે કલ્યાણપુરમાં સવારે ૧૧ ઈંચ પછી માત્ર અડધો ઈંચ વરસાદ થતા મોસમનો કુલ ૪૮ ઈંચ વરસાદ થયો છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ થી ૧૩ ઈંચ વરસાદ થતા ચેકડેમો, તળાવો ભરાઈ ગયા છે.

દ્વારકા પંથકમાં ગઈકાલે ૬ ઈંચ વરસાદ થયો હતો. આ પછી મેઘરાજાએ વિરામ લીધો હતો, જો કે સવારના ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં આથી તંત્રએ પાણી ઉલેચ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh