Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ર૩: લાલપુર શહેરમાં રહેતા એક આહિર પ્રૌઢે ગઈકાલે સાંજે ભાણવડ નજીક ધારાગઢ પાસે આવેલા ૬૬ કેવી સબ સ્ટેશન સામે પહોંચી કોઈ અકળ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ટૂંકી સારવારના અંતે તેઓનું મૃત્યુ નિપજ્યંુ છે. જામજોધપુર પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધી આત્મહત્યા અંગેનંંુ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
લાલપુર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા રામાભાઈ અરજણભાઈ વસરા (ઉ.વ.૪૫) નામના આહિર પ્રૌઢ ગઈકાલે સાંજે પોતાના ઘરેથી નીકળ્યા પછી ભાણવડ તાલુકાના ધારાગઢ ગામના રેલવે ફાટક પાસે પહોંચ્યા હતા.
ત્યાં આવેલા ૬૬ કેવી સબ સ્ટેશન નજીક જઈ આ પ્રૌઢે કોઈ અકળ કારણથી સાથે રહેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેઓને સારવાર માટે પુત્ર હરેશભાઈ વસરાએ દવાખાને ખસેડ્યા હતા જ્યાં મોડીરાત્રે રામાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની પોલીસને જાણ કરાતા જામજોધપુર પોલીસ દોડી આવી હતી. જમાદાર પી.બી. ખોલાએ મૃતદેહનો કબજો સંભાળી આ પ્રૌઢની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial