Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિશુ લોન, કિશોર લોન અને તરૂણ લોનઃ ત્રણ કેટેગરી
નવી દિલ્હી તા. ૨૩: મોદી ૩.૦ ના પ્રથમ બજેટમાં નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લિમિટમાં વધારો કર્યો છે.
મોદી ૩.૦ નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. આ સરકારી યોજના હેઠળ મુદ્રા લોનની મર્યાદા વધારીને બમણી કરવામાં આવી છે. અગાઉ આ યોજના હેઠળ એમએસએમઈને ૧૦ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, જે હવે વધારીને ર૦ લાખ રૂપિયા કરવામાં આવી છે.
મહત્ત્વનું છે કે દેશના યુવાનોને સ્વરોજગર માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધી રૂા. ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં બિન-કોર્પોરેટ નાના સાહસો શરૂ કરવા અથવા વિસ્તરણ કરવા માટે લોન આપવામાં આવતી હતી. હવે તેને વધારીને ર૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ લોન સરળતાથી અને પોસાય તેવા વ્યાજ દરે ઉપલબ્ધ છે. જો તમે સમયસર લોન ચૂકવતા રહો છો, તો લોન પરના વ્યાજ દર પણ માફ થઈ જાય છે. નાણામંત્રીએ કહ્યું કે જે લોકોએ તેમની જુની બાકી લોન ચૂકવી દીધી છે, હવે તેમને બમણી લોન આપવામાં આવશે. એટલે કે જેમની પાસે પહેલાથી મુદ્રા લોન છે તેઓને તેનો લાભ ત્યારે જ મળશે જ્યારે તેઓ જુના લેણાની ચૂકવણી કરશે.
પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ ત્રણ કેટેગરી શિશુ લોન, કિશોર લોન અને તરૂણ લોન છે. શિશુ લોન હેઠળ પ૦ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન હેઠળ પ૦ હજારથી પ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. અત્યાર સુધી તરૂણ લોન હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.
પીએમ શિશુ મુદ્રા લોન યોજના હેઠળ લોન માટે અરજી કરવા માટે કોઈ ગેરેંટરની જરૂર નથી, ન તો તેના માટે કોઈ ચાર્જ લેવામાં આવે છે, જો કે વિવિધ બેંકોમાં લોનના વ્યાજ દરોમાં તફાવત હોઈ શકે છે, તે બેંકો પર નિર્ભર કરે છે કે આ યોજના હેઠળ વ્યાજ દર વાર્ષિક ૯ થી ૧ર ટકા છે.
મુદ્રા લોન લેવા માટે તમારે તમારી નજીકની બેંકમાં જવું પડશે. ઘણી બેંકોએ આ યોજના હેઠળ અરજી કરવા માટે ઓનલાઈન સુવિધા પણ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial