Advertisement
Author: નોબત સમાચાર

રોગચાળો અને મહામારી અટકાવવા જામનગરના મ્યુનિ. કમિશ્નરે કરી લાલ આંખઃ જરૂર પડ્યે પાડતોડ

તાબા હેઠળના તંત્રને વ્યા૫ક સત્તાઓ આપી કડક કદમ ઉઠાવવા તાકીદ પણ કરીઃ

જામનગર તા. ર૩: રોગચાળો - મહામારી અટકાવવા માટે જામનગર મહાનગર પાલિકાના વિવિધ વિભાગના  અધિકારીઓને સત્તા સોંપણી કરતાં કમિશ્નરે જણાવ્યું છે કે, જરૂર પડ્યે ઝૂંપડા - શેડનો નાશ કરાશે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોગચાળો અટકાવવા માટે જરૂરી કડક પગલાં લેવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા જુદાજુદા અધિકારીઓ ને સત્તાની સોંપણી કરતો હુકમ ગઇકાલે કરવામાં આવ્યો છે.

જામનગર શહેર મા કોલેરાનો રોગચાળો વધુ ફેલાતો અટકાવવાનાં ભાગરૂપે ઉપરાંત મહામારી જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થવા ન પામે તેના સઘન પ્રયાસના ભાગરૂપે જરૂરી પગલાઓ તથા કાર્યવાહી હાથ ધરવી અત્યંત જરૂરી જણાય છે.

આથી મ્યુનિ.કમિશ્નર ડી.એન. મોદીએ પોતાને મળેલ સત્તાની રૂએ કડક કાર્યવાહી કરવા બાબતે જરૂરી સત્તાઓ સુપ્રત કરવા હુકમ કર્યો છે.

જામનગર શહેરમાં  કોઈપણ જગ્યા કે જ્યાંથી જો રોગનો ફેલાવો થવાની સંભાવના કે શક્યાતાઓ જણાય તો રોગનો ફેલાવો થતો અટકાવવા બાબતે કોઈપણ પ્રીમાઈસીસ, ખુલ્લા પ્લોટ, મકાનો, ખાણી-પીણીનાં વેચાણ કે ઉત્પાદનની જગ્યા, હોટેલ, રેસ્ટોરન્ટ, લોજ કે ચા-કોફીની હોટેલો, પાન-મસાલા વેચાણ કરતી જગ્યા તથા તે સિવાયની તમામ જગ્યાઓ કે જ્યાં ઉપર મુજબની સંભાવનાઓ કે શક્યતાઓ જણાય, તે તમામ જગ્યામાં પ્રવેશ કરવા, સુપરવિઝન કરવા બાબતે નાયબ ઈજનેર સોલીડ વેસ્ટ શાખાને સત્તા સુપ્રત કરવા હુકમ કર્યો છે. આ કામગીરીમાં નાયબ ઈજનેર, સોલીડ વેસ્ટ શાખા પોતાના હસ્તકના સ્ટાફ જેમ કે ઝોનલ ઇન્સ., ચીફ સેનેટરી ઇન્સ., સેનેટરી ઇન્સ., વગેરેનો સહકાર લેવાનો રહેશે.

જામનગર શહેર હદમાં જો કોઈ ઝૂંપડા કે શેડ જેવી જગ્યા કે જ્યાંથી રોગચાળો ફેલાઈ જવા બાબતે સંભવાના કે શક્યતા જણાશે તો સંભવિત રોગને અટકાવાના હેતુસર, જો જે-તે સંબંધિત ઝૂંપડા કે શેડનો નાશ કરવાના વ્યાજબી સંજોગો જણાશે તો જે-તે ઝૂંપડા કે શેડના કબજેદારને અગાઉથી નોટીસ આપી અને ઝૂંપડા કે શેડનો નાશ કરવાનો હેતુ નોટીસ દ્વારા જણાવી અને ત્યારપછી ઝુંપડા કે શેડનો નાશ કરવા બાબતે, પગલાં લેવા ડેપ્યુટી ઇજનેર સોલીડ વેસ્ટ શાખાને સત્તા સુપ્રત કરવામાં આવી છે. જેમા જરૂર જણાયેથી ડેપ્યુટી ઇજનેર એસ્ટેટ શાખાની મદદ લેવાની રહેશે. આ બાબતેની કાર્યવાહીમાં જયારે ડેપ્યુટી ઇજનેર સોલીડ વેસ્ટ શાખા દ્વારા ડેપ્યુટી ઇજનેર એસ્ટેટનો સંપર્ક કરવામાં આવે ત્યારે, ડેપ્યુટી ઇજનેર એસ્ટેટએ સોલીડ વેસ્ટ શાખાની સહાયતામાં રહેવાનું થશે.

જો કોઈ લોજિંગનું સ્થળ, ખાણી-પીણીની જગ્યાઓ ખાતે, ખાણી-પીણી વિ. જગ્યા એ  ખાણી-પીણીની વસ્તુઓ બનાવવામાં આવતી હોય કે સ્થળ ઉપર ખાણી-પીણીની વસ્તુઓ સ્ટોર કરવામાં આવતી હોય, આવી તમામ જગ્યાઓ પૈકી કોઈપણ જગ્યા, જો રોગચાળો ફેલાવો કરતી હોવા બાબતે વ્યાજબી કારણો જણાતા હોય કે તે વિસ્તારમાં રોગચાળાના કેઈસો જણાયેલ હોય, તો આવી જગ્યાઓ બંધ કરવા બાબતે, આદેશ કરી તથા બંધ રાખવા બાબતે આદેશમાં ચોક્કસ સમયગાળો દર્શાવી અને જગ્યા બંધ કરાવવા બાબતે, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મહાનગરપાલિકાને સત્તા સુપ્રત કરવામાં આવી છે. આ કામગીરીમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જામનગર મહાનગરપાલિકા પોતાના હસ્તકના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરની મદદ લઈ શકશે.

જયારે પણ જામનગર મહાનગરપાલિકાને યોગ્ય લાગે ત્યારે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા આવી જગ્યા ડીસઈનફેક્ટેડ હોવા બાબતે પ્રમાણિત થયા બાદ, આ જગ્યા ખોલાવવા બાબતે યોગ્ય કાર્યવાહી કરી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh