Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયાનું ભરપૂર તળાવ અને તેની ચોતરફ ગંદકી એટલે સોનાની થાળીમાં લોઢાની મેખ!

ગામના 'સેવકો' જ નહીં, ગંદકી કરનારા પણ એટલા જ જવાબદાર

ભાટિયાનું મુખ્ય તળાવ ભરપૂર છે, અને સારો વરસાદ થતા આજુબાજુના અન્ય તળાવો-ચેકડેમોમાં પણ ભરપૂર જળસંગ્રહ થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં ભાટિયાના ભરપૂર તળાવની ફરતે જે કચરો, કીચડ અને ઉકરડા દેખાય છે, અને કચરાનું કન્ટેનર પોતે જ ભંગાર 'કચરો' થઈ ગયો છે. આ પ્રકારની ગંદકીથી સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા દૃશ્યો ઊભા થયા છે, તે ઉપરાંત આ કચરો અને ગંદકી સીધા તળાવના પાણીમાં ભળી જતા હોવાથી આ તળાવના પાણીનો ઉપયોગ કરતા તમામ લોકો તથા પશુધનના આરોગ્ય પર પણ ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતના શાસકો તથા તેના તંત્રોએ તો આ અંગે સર્વાધિક લક્ષ્ય આપવું જોઈએ, પરંતુ આવી પવિત્ર અને લોકોપયોગી જગ્યાએ આ પ્રકારની ગંદકી કરતા લોકો માટે પણ પ્રસરતી ગંદકી અને ઉકરડા શરમજનક છે... તેમ સોએ સાથે મળીને ગામની જીવાદોરી સમા આ તળાવને સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ, અને સંબંધિત તંત્રોએ પણ આ મુદ્દે તાકીદે યોગ્ય સાફસફાઈ કરાવીને તે પછી ફરીથી ગંદકી ન થાય, તેવા કદમ ઊઠાવવા જોઈએ, તેવા લોકપ્રત્યાઘાતો પણ સંભળાઈ રહ્યા છે. માત્ર ગ્રામ પંચાયત નહીં, તાલુકા-જિલ્લા પંચાયત અને જિલ્લાના આરોગ્ય તંત્ર અને કલેક્ટર તંત્રે પણ ધ્યાન આપવું જોઈએ, તેમ નથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh