Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-લાલપુરમાંથી વર્લીબાજ ઝબ્બે

વરવાળામાં એકીબેકી બોલતા બે ઝડપાયાઃ

જામનગર તા. ર૩: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૩ સામેથી ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. જ્યારે લાલપુર શહેરમાંથી પણ એક વર્લીબાજ ઝડપાયો છે. દ્વારકા તાલુકાના વરવાળામાંથી એકી બેકી બોલી જુગાર રમતા બે ગિરફતમાં આવ્યા છે.

જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૩ સામે પાનની દુકાન નજીક ગઈકાલે સાંજે ઉભાી રહી વર્લીના આંકડા લખતા યોગેશભાઈ રતીલાલ ભુંડીયા નામના સાંઈઠ વર્ષના વૃદ્ધને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રૂા.૨૦૫૦ રોકડા કબજે કર્યા છે.

લાલપુર શહેરના ગોહિલ વાસ પાસેથી ગઈકાલે સાંજે હસમુખભાઈ મગનભાઈ સાદરીયા નામના શખ્સને લાલપુર પોલીસે વર્લીનું બેટીંગ લેતો પકડી પાડ્યો છે. તેના કબજામાંથી પણ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રોકડ, બોલપેન કબજે કરાયા છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં ગૌશાળા પાસે ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા રાજેશ રામાભાઈ ચૌહાણ, જેસાભાઈ શામળાભાઈ ચૌહાણ નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રોકડ રકમ કબજે લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh