Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીના યોગ્ય નિકાલના અભાવે અંતિમ સંસ્કારમાં ભારે મુશ્કેલીઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫ડેલા અતિ ભારે વરસાદના કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. ભાટિયામાં ભારે વરસાદના કારણે શહેરના માર્ગો-શેરીઓમાં તો પાણી ભરાઈ ગયા... પણ ભાટિયાના સ્મશાનમાં પણ પાણીનો ભરાવો થઈ જવાથી અને પાણીના જોરદાર પ્રવાહની થપાટોથી ભારે નુકસાન થયું છે. અંદર જવાનો માર્ગ, ખાટલીઓ પાસે પથ્થર પડવા, પાણી ભરાયેલા ખાડા વિગેરેના કારણે અંતિમ સંસ્કાર કરવામાં નગરજનોને મુશ્કેલી થઈ રહી છે. ભાટિયામાં કેટલાંક વિસ્તારોના પાણીનો પ્રવાહ સ્મશાન તરફ વહે છે, જેથી સ્મશાનમાં આવી કપરી સ્થિતિ સર્જાય છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકો પરેશાની ભોગથી રહ્યાં છે. તંત્ર દ્વારા સ્મશાનમાં આવતા પાણીનું વહેણ બદલાવવા, સ્મશાનને તાકીદે રીપેર કરવાની તાતી જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial