Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાયપાસ પાસેથી બાઈક ઉપડ્યું:
જામનગર તા. ર૩: કાલાવડના ખંઢેરા ગામમાં એક ખેતરમાં રાખવામાં આવેલુ રૂા. પોણા બે લાખની કિંમતનું મીની ટ્રેક્ટર ચોરાઈ ગયું છે. જ્યારે ખંભાળિયા બાયપાસ પાસેથી એક આસામીનું બાઈક કોઈ શખ્સ હંકારી ગયો છે.
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલા રાજકોટના રહેવાસી સાગર વલ્લભભાઈ બોરીચા નામના ખેડૂતના ખેતરમાં ગયા ગુરૂવારે રાત્રે જીજે-૧૦-ડીએન ૫૭૯૦ નંબરનું મહિન્દ્રા કંપનીનું મીની ટ્રેક્ટર મુકવામાં આવ્યું હતું.
આ વાહન શુક્રવારની સવાર સુધીમાં ખેતરમાંથી કોઈ હંકારી ગયું છે. સાગરભાઈએ રૂપિયા પોણા બે લાખના ટ્રેક્ટરની ચોરીની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના રણજીત સાગર રોડ પર ખોડિયાર પાર્ક સોસાયટીમાં રહેતા પરેશભાઈ વિઠ્ઠલભાઈ રામોલીયાએ ગઈ તા.૧૦ની સવારે ખંભાળિયા બાયપાસ પાસે પોતાનું જીજે-૫-ઈએન ૭૨૮૨ નંબરનું પ્લેટીના મોટરસાયકલ મૂક્યું હતું. તે વાહન ચોરાઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial