Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩: જામનગરના કડીયાવાડ વિસ્તારમાં જર્જરિત અને ભયગ્રસ્ત જણાતા મકાનને આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝનમાં જર્જરિત ઈમારતોના હિસ્સા તુટી પડવાના બનાવો બનતા રહે છે. આથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે હેતુથી આવી ભયગ્રસ્ત ઈમારતોને સાવચેતિના પગલારૂપે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવાની કામગીરી કરવામાં આવતી રહી છે. આજે કડીયાવાડ, પંજા શેરીમાં ૧૦૦ વર્ષ જુના અને જર્જરિત એવા સોલંકી પરિવારના મકાનનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો જો કે તેમાં વસવાટ કરતા વસંતબેન મનસુખભાઈ સોલંકી અને હર્ષાબેન ભરતભાઈ સોલંકી સમયસર બહાર નીકળી ગયા હતાં.
આ પછી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણ માળના મકાનને સંપૂર્ણ પણે તોડી પાડવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial