Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ નજીક મોડપર પાસે કટમાં ઉભેલી મોટર સાથે બીજી મોટર ટકરાઈ પડી

એપલ ગેઈટ-ર પાસે બાઈકચાલકને બસે હડફેટે લીધોઃ

જામનગર તા. ૨૩: ધ્રોલ નજીક આવેલા મોડપર ગામના પાટીયા પાસે ગયા બુધવારે સાંજે રાજકોટના દંપતીની મોટર સાથે જામનગર તરફથી દોડી આવેલી મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં દંપતી ઘવાયું છે. એપલ ગેઈટ-ર પાસે ગયા શુક્રવારે એક બાઈકચાલકને બસે ઠોકર મારી અકસ્માત સર્જયો છે.

જામનગર-રાજકોટ માર્ગ પર ધ્રોલથી ૧૭ કિ.મી. દૂર આવેલા મોડપર ગામના પાટિયા પાસેથી ગયા બુધવારે સાંજે પાંચેક વાગ્યે રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા મયુરધ્વજસિંહ ભરતસિંહ ઝાલા તથા તેમના પત્ની અલ્પાબા જીજે-૩-એનપી ૧૧ નંબરની મોટરમાં પસાર થતાં હતા.

રાજકોટથી ખજુરડી ગામ જતા દંપતીની મોટર ત્યાં આવેલા કટ પાસે ઉભી હતી ત્યારે મોટર સાથે જામનગર તરફથી દોડી આવેલી જીજે-૧ કેએન ૭૪૨૮ નંબરની સ્વીફટ મોટર ધડાકાભેર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં દંપતીને ઈજા થઈ છે. ધ્રોલ પોલીસ મથકમાં મયુરધ્વજસિંહે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ક્રિષ્નાનગરમાં રહેતા રામજીભાઈ તુલસીભાઈ દુધાગરા નામના યુવાન ગયા શુક્રવારે બપોરે લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા જીઆઈડીસીના એપલ ગેઈટ-ર પાસે બાઈક લઈને જતા હતા ત્યારે જીજે-૧૦-જીએ ૧૩૪ નંબરની બસના ચાલકે તેઓને ઠોકર મારી દીધી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા રામજીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ બસચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh