Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા સપ્તાહે એક મુસાફર પાસેથી મળ્યો હતો પાસઃ
જામનગર તા. ૨૩: ધ્રોલથી મોરબી જઈ રહેલી એક બસમાં એસટીની ચેકીંગ સ્કવોડે ચકાસણી હાથ ધરતા એક મુસાફર પાસેથી પાસ મળ્યો હતો. તે પાસ નકલી હોવાની ઉભી થયેલી આશંકા અંગે ખરાઈ કરાતા ધ્રોલ ડેપોના એક કન્ડક્ટરે નિયત ફી વસૂલી ડુપ્લીકેટ પાસ ઈસ્યુ કર્યાનું ખૂલ્યું છે. ડેપો મેનેજરે કન્ડક્ટર સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પાસેરામાં પહેલી પૂણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ધ્રોલથી મોરબી જવા માટે ગયા સપ્તાહે ધ્રોલ ડેપોમાંથી રવાના થયેલી એસટીની એક બસમાં ચેકીંગ ટૂકડી ચઢી હતી. તેમાં સાથે રહેલા ચેકીંગ સ્કવોડના સદસ્યોએ તમામ મુસાફરોની ટિકિટ તપાસવાનું શરૂ કર્યું હતું. જેમાં એક મુસાફર પાસેથી પાસ મળ્યો હતો.
પ્રથમ દૃષ્ટિએ જ આ પાસ નકલી હોવાનું જણાઈ આવતું હતું તેથી ચેકીંગ સ્કવોડે મુસાફરને પાસ ક્યાંથી ઈસ્યુ થયો છે તેમ પૂછતા મુસાફરે ધ્રોલ ડેપોમાંથી પાસ આપવામાં આવ્યો હોવાની કેફિયત આપી હતી. તે પછી ધ્રોલ ડેપો પર દોડી આવેલી ચેકીંગ સ્કવોડે આ નકલી પાસ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો.
તે પછી બેચરભાઈ રઘુભાઈ નામના આ મુસાફરને એક મહિનાના પાસ માટે રૂા.૧૮૦૦ વસૂલી નકલી પાસ આપી દેવાયાનું ખૂલ્યું હતું. તેથી ધ્રોલ ડેપોમાં કન્સેશન પાસ કાઢવાની કોમ્પ્યુટર સિસ્ટમની ઉંડાણપૂર્વક તપાસ કરાતા મોરબીના ઉમિયા સર્કલ પાસે રહેતા અને ડેપોમાં કન્ડક્ટરની ફરજ બજાવતા શૈલેષ ગોવિંદભાઈ સંઘાણીએ ગઈ તા.૧પના દિને તે સિસ્ટમમાંથી બેચરભાઈને તા.૧૭ જુલાઈથી તા.૧૫ ઓગસ્ટ સુધીનો મુસાફરી પાસ ઈસ્યુ કર્યાનું જણાઈ આવ્યું હતું. તે પછી શૈલેષે પોતાના કૃત્યને છૂપાવવા માટે પાસ કાઢયાની તે ફાઈલ કોમ્પ્યુટરમાંથી ડિલિટ પણ કરી નાખી હતી. આમ છતાં ચેકીંગ સ્કવોડે ઉપરોક્ત બાબત શોધી કાઢયા પછી ડેપો મેનેજર રફીક એ. શેખને વાકેફ કરતા મૂળ બનાસકાંઠા જિલ્લાના માલણ ગામના વતની અને હાલમાં ધ્રોલમાં રહેતા મેનેજર રફીક શેખે ખુદ ફરિયાદી બની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ધ્રોલ એસટી ડેપોના કન્ડક્ટર શૈલેષ સંઘાણી સામે વિશ્વાસઘાત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
આ કન્ડક્ટરે ૩૦ દિવસના ઈસ્યુ કરેલા મુસાફરી પાસ માટે રાજ્ય સરકારે આપેલી સત્તાનો ગેરઉપયોગ કરી બનાવટી પાસ ઈસ્યુ કર્યાે હતો અને તેની સામે પાસની નિયત રકમ રૂા.૧૮૦૦ વસૂલી લીધા હતા. આ રકમની એસટી નિગમ તથા પાસ મેળવનાર મુસાફર સાથે ઉચાપત કર્યાનો ગુન્હો નોંધાયો છે. ચાલી રહેલી એક ચર્ચા મુજબ હાલમાં માત્ર એક જ નકલી પાસ અંગે ફરિયાદ થઈ છે ત્યારે હજુ કેટલાક નકલી પાસ ઈસ્યુ થયાનું ખૂલશે તેમ મનાય રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial