Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોગવડમાં હૃદયરોગથી પ્રૌઢનું થયું મૃત્યુઃ
જામનગર તા.ર૩: લાલપુરના જોગવડ ગામમાં રહેતા એક પ્રૌઢને ગઈકાલે સવારે હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગઈરાત્રે કાલાવડના રણુજાના એક વેપારી દુકાનનો માલ ભરવા માટે પુત્ર સાથે ગોડાઉન પર ગયા પછી પરત આવતા હતા ત્યારે છાતીમાં દુખાવો થવા લાગતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. આ વેપારીને પણ હૃદયરોગનો હુમલો આવ્યાનું જાહેર થયું છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા રાજેશભાઈ ગાંગાભાઈ ઢચા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આ પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. તેમના પુત્ર પિયુષ ઢચાએ મેઘપર પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા દશરથભાઈ લાભશંકર વ્યાસ (ઉ.વ.૪૬) નામના વેપારી ગઈરાત્રે પોતાના પુત્ર સાહિલ સાથે દુકાનનો માલ ભરવા માટે ગોડાઉન પર ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે દશરથભાઈને છાતીમાં દુખાવો થવા લાગતા કાલાવડ દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સાહિલભાઈએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial