Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા તંત્ર દોડ્યું: હેઠવાસના ગામોને કરાયા સતર્ક

જરૂર પડ્યે સ્થળાંતર માટે તંત્ર તૈયારઃ

જામનગર તા. ર૩: જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, અને લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના ઈજનેર તથા મામલતદાર જામજોધપુરે ડેમ સાઈટ પર પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે. સ્થળાંતરની સ્થિતિ ઊભી થાય તો ત્વરિત કાર્યવાહી માટે હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ છે.

ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણિયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે. જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુક્સાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે. મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારા ખંભાળિયાના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે હાલારના જામજોધપુરનો સોગઠી ડેમ જે ઉપરવાસ ભારે વરસાદથી છલકાઈ જતા તથા વચ્ચે બે જગ્યાએ ગાબડું પડતા તેમાંથી પાણીના ધોધ નીકળતા તંત્ર દ્વારા હેઠવાસના ગામો ધ્રાફા, જશાપર, ગોરખડી તથા કલ્યાણપુર થઈને પોરબંદર દરિયા પાસે જતું હોય, ડેમ છલકાવાથી ઉમિયાસાગરમાં પણ મોટા પ્રમાણમાં જથ્થો આવ્યો હતો. તે ઉપરાંત ભોગાત ગામ પાસે હડમતિયા તંત્ર ચેકડેમની એક દીવાલ પડી જતા હેઠવાસના ગામોને સાવધ કરાયા હતાં તથા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ થઈ હતી.

વીજ થાંભલાઓ ધરાશાયી થતા વીજપુરવઠો ખોરવાયોઃ ટ્રક ખૂંચી ગયો

ગઈકાલે ભારે વરસાદને કારણે કલ્યાણપુરની ભાટિયા જતો રસ્તો બંધ થઈ ગયો હતો તથા બાંકોડી પાસે રસ્તામાં ગાબડા પડતા રસ્તો રિપેરીંગ થયો હતો તો ભોગાત પાસે ભારે વરસાદથી અનેક નાના-મોટા હેવી લાઈનના થાંભલા પણ જમીનદોસ્ત થતા અનેક સ્થળે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, તો રાણ પાસે મેવાસા રોડ પર પાણીથી ભરાયેલા રસ્તા પર બોક્સાઈટ ભરેલો ટ્રક ખૂંચી જતા રસ્તો બંધ થઈ ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh