Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે બપોરે દોઢ વાગ્યે આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદઃ કરફ્યૂ જેવી સ્થિતિ
દ્વારકા તા. ર૩: દ્વારકા શહેર ઉપર આજેપણ મેઘરાજા કોપાયમાન થયા હોય, તેમ અતિ ભારે વરસાદ પડવાનું શરૂ થયો છે. બપોરે દોઢ વાગ્યે આભ ફાટ્યું હોય તેવી રીતે અતિ તેજ ગતિએ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો, જે આ લખાય છે ત્યાં સુધી અવિરત ચાલુ છે. અતિ ધોધમાર વરસાદના કારણે શહેરના તમામ માર્ગો-શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહાર અને અવરજવર બંધ થઈ જવાથી કરફયૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગત્ શુક્રવારથી મંગળવાર સુધીમાં જ ૩૮ ઈંચ જેટલો વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ પ૦ ઈંચથી વધુ નોંધાયો છે. આજે જ્યારે બપોરે મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે જ અનરાધાર વરસાદ ખાબક્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial