Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના બજેટમાં વકીલોના કલ્યાણાર્થે રૂપિયા પાંચ કરોડની જાહેરાતઃ બાર કાઉન્સિલને ફાળવાશે

ભાજપના લીગલ સેલ દ્વારા અપાયો આવકારઃ

અમદાવાદ તા. પઃ સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે રૂપિયા પાંચ કરોડની બજેટ સત્રમાં જાહેરાતને ભાજપના લીગલ સેલે આવકારી છે.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના વકીલોની શક્તિશાળી માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણાર્થે ઉપયોગમાં લેવા રૂપિયા પાંચ કરોડ બજેટ સત્રમાં ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ ગુજરાત સરકાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આપશે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમવાર ગુજરાત બાર કાઉન્સિલને રૂપિયા બે કરોડ પચીસ લાખ ઈ-લાઈબ્રેરી માટે આપ્યા હતાં. ત્યારથી અવિરતપણે ગુજરાતની સરકાર સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ માટે ફાળવણી કરે છે. વિજયભાઈ રૃપાણીની સરકારે રૃપિયા પાંચ કરોડ, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂપિયા છ કરોડ અને સાથે ફરી રૂપિયા પાંચ કરોડ અને વર્તમાન બજેટમાં પણ રૂપિયા પાંચ કરોડ એવી માતબર રકમ ફાળવેલ છે.

ઉલ્લેખનિય છે કે, ભાજપ લીગલ સેલના કન્વિનર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે. પટેલની સતત માંગણીને લઈ ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે આી માતબર રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ફાળવી છે. જે.જે. પટેલ સમગ્ર ગુજરાતના વકીલો વતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા કાયદામંત્રી રૂશિકેષભાઈ પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલિન ડી. પટેલ સહિત સમગ્ર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમે સરકારને બિરદાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh