Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વ્યક્તિને થઈ ઈજાઃ છ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૫ઃ જામનગરના દરેડ ગામમાં ગઈકાલે સવારે પાન-મસાલાની એક દુકાને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તેમાં ઘવાયેલા ત્રણ વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષે ફરિયાદ નોંધાવી છે. એક પક્ષે માવાના પૈસા મગાતા હુમલો કરાયાનું અને બીજા પક્ષે માવો લેવા આવ્યા ત્યારે બાઈક દૂર રાખવાનો ભંગ કરાયો હોવાનું અને તેથી મારામારી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જામનગર નજીકના દરેડમાં હિંગળાજ એન્ટરપ્રાઈઝ નામની પાન-મસાલાની દુકાન ચલાવતા નિરજ નરેન્દ્રભાઈ નાખવા ગઈકાલે સવારે પોતાની દુકાને હાજર હતા ત્યારે ત્યાં માવો લઈ હારૃન હાસમ ખફી નામના શખ્સે પૈસા આપ્યા ન હતા. તેની ઉઘરાણી કરતા હારૃને ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી ઉશ્કેરાયેલા હારૃન તેમજ આસિફ ફકીર મામદ ખફી, હાજી અબ્બાસ ખફી, બોદુ ગફાર ખફીએ ધોકા, પાઈપથી હુમલો કરી નિરજ તથા અન્ય વ્યક્તિઓને માર માર્યાે હતો. ઘવાયેલા નિરજ તથા તેના પુત્ર સહિતના વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી નિરજે ફરિયાદ કરી છે.
આ ફરિયાદની સામે મસીતીયાના હારૃન કાસમ ખફીએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ ગઈકાલે સવારે તેઓ નિરજ નાખવાની દુકાને માવો લેવા ગયા ત્યારે તેઓનું બાઈક દુર રાખીને આવવાનું કહેવાતા અને હારૃને તેમ ન કરતા નિરજ અને તેના પુત્ર મિત નાખવાએ હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ છએય આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial